04/09/2022
નૂતન વિદ્યાલય રઢુ તેમજ રઢુ ગ્રુપ વિદ્યામંદિરમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, હરવા ફાઉન્ડેશન તથા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ના સહયોગથી વિનામૂલ્ય નેત્ર નિદાન તેમજ હાડકાના દુખાવાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરનો આશરે 700 જેટલા દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. જમા 400 જેટલા દર્દીઓને આંખની તપાસ કરીને ચશ્મા વિતરણ કરવામાં આવેલ હતું.
300 જેટલા દર્દીઓ ના વિવિધ પ્રકારના હાડકાના, સાંધાના તેમજ ઘૂંટણના એવા વિવિધ પ્રકારના દુખાવા ની તપાસ કરી જરૂરિયાતોને એક્સરે કરવામાં આવ્યા હતા. તથા દવા સાથે વિવિધ સલાહ સૂચન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ હતું.