Shree C. N. Vidhyalaya,Kapadwanj

Shree C. N. Vidhyalaya,Kapadwanj Shri C. N. Vidhyalaya stands for structure, stability and its commitment to disciplined development

19/10/2024
વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2024 નું પરિણામ
10/05/2024

વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2024 નું પરિણામ

*કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એન.વિદ્યાલયમાં ચાલુ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં  NTA દ્વારા લેવાયેલી JEE Main 20...
13/02/2024

*કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એન.વિદ્યાલયમાં ચાલુ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં NTA દ્વારા લેવાયેલી JEE Main 2024 Session 01 (January 2024 )માં અમારી સંસ્થાના વિદ્યાર્થીઓનું ઉજ્વળ પરિણામ. *

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી. એન. વિદ્યાલયમાં ચાલુ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શેખ સુભા...
13/02/2024

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી. એન. વિદ્યાલયમાં ચાલુ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શેખ સુભાન શાહબાઝભાઈ NTA દ્વારા લેવાયેલી JEE Main 2024 Session 01 (January 2024 )માં 93.55 પર્સન્ટાઇલ સાથે કપડવંજ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે...

કપડવંજ કેળવણી મંડળ અને શ્રી સી.એન.પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે....

શેખ સુભાનના ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ

💐💐💐💐💐💐💐💐💐💐💐💐

આજે પ્રભુ શ્રી રામ અયોધ્યા મંદિર માં બિરાજમાન થયા એ હર્ષોલ્લાસ ની શુભ ઘડીના સાનિધ્યમાં KKM સંચાલિત આમારી શાળા શ્રી સી.એન...
25/01/2024

આજે પ્રભુ શ્રી રામ અયોધ્યા મંદિર માં બિરાજમાન થયા એ હર્ષોલ્લાસ ની શુભ ઘડીના સાનિધ્યમાં KKM સંચાલિત આમારી શાળા શ્રી સી.એન.વિદ્યાલય,કપડવંજ માં સાંજે 6000 જેટલા દીવડા પ્રગટાવી શાળાના વિદ્યાર્થી અને સમગ્ર સ્ટાફે પ્રભુ શ્રીરામ ને અર્પણ કર્યા હતા.
શાળા શ્રીરામ ના નાદથી અને દીવડાઓની પ્રજ્વલિત ઉષ્મા અને ઉર્જાથી દીપી ઉઠી હતી. શાળાનું પટાંગણ ઝળહળતી રામ જ્યોતિથી પ્રકાશિત થઈ ઉઠ્યું હતું. આ વિચાર શાળાના આચાર્ય શ્રી પી.બી.પટેલ સાહેબને સુજયો અને સમગ્ર વિદ્યાર્થી અને શિક્ષકગણે વિચારને કોડીયે ઝળહળાવ્યો ને શાળામાં હકારાત્મક શ્રીરામ ઉર્જામાં ભળાવ્યો હતો.

દીવડાઓની જ્યોત થકી કપડવંજનું માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટી પડ્યું હતું,આ પળે અમે સૌએ હર્ષની લાગણી અનુભવી હતી.
પ્રભુ શ્રીરામ ની જેમ અમારી શાળા ચીર કીર્તિ પ્રાપ્ત કરે એજ અભ્યર્થના સહ સૌને રામ રામ.
જય શ્રી રામ🙏

વાલી મીટીંગ ધોરણ 12 science કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એન. વિદ્યાલયમાં આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાલી મીટીં...
01/07/2023

વાલી મીટીંગ ધોરણ 12 science

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એન. વિદ્યાલયમાં આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સંસ્થાના આચાર્યશ્રી શ્રી પી. બી. પટેલ સાહેબશ્રીએ વાલીઓ ને શૈક્ષણિક માહિતી અને વર્ષ 20023 - 24 ના આયોજન વિશે સમજૂતી આપી હતી.

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત,શ્રી સી એન વિદ્યાલયવિજ્ઞાન પ્રવાહ નવી પ્રયોગશાળા
23/06/2023

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત,
શ્રી સી એન વિદ્યાલય
વિજ્ઞાન પ્રવાહ નવી પ્રયોગશાળા

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત અમારી શાળા શ્રી સી. એન. વિદ્યાલયના શિક્ષકશ્રી એચ.એસ. પ્રજાપતિ સાહેબ પોતાની કવિતા ' મારી શાળા'...
20/06/2023

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત અમારી શાળા શ્રી સી. એન. વિદ્યાલયના શિક્ષકશ્રી એચ.એસ. પ્રજાપતિ સાહેબ પોતાની કવિતા ' મારી શાળા' સવારની પ્રાર્થનામાં રજૂ કરી રહ્યા છે.

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એન.વિદ્યાલય,કપડવંજ,ખેડા.મિત્રો,ગુજરાત રાજ્ય માં ઘણી બધી અર્ધ સરકારી શાળાઓ સાંપ્રત સમય...
15/05/2023

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત
શ્રી સી.એન.વિદ્યાલય,
કપડવંજ,
ખેડા.

મિત્રો,
ગુજરાત રાજ્ય માં ઘણી બધી અર્ધ સરકારી શાળાઓ સાંપ્રત સમયમાં કાર્યરત છે. આજે તમને હું મારી સંસ્થા ,કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એન.વિદ્યાલય ની વાત કરું.1940 થી શરૂ થયેલી આ સંસ્થામાં શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય ઉપરાંત વિદ્યાર્થી હિત ના ઘણા કાર્યો ચાલે છે. શાળામાં આચાર્યશ્રી અને કર્મચારીઓના સહયોગ થી વિદ્યાર્થીનીઓ માટે

'સ્ત્રી સ્વાભિમાન યોજના.(મફત પેડ્સ અને આયર્નની દવા આપવી) ,

'નવચેતન સહાયક યોજના( આર્થિક સમસ્યા નો સામનો કરતા વિદ્યાર્થીઓને શાળાનો યુનિફોર્મ,સંદર્ભ પુસ્તકો આપવા)',

નવચેતન પોષણ યોજના( ઘરે થી સવારનો નાસ્તો કરીને ના આવતા વિદ્યાર્થીઓને રિશેષ માં પૌષ્ટિક નાસ્તો આપવો)' .

ઉપરોક્ત યોજનાઓ કોઈ સરકારી યોજના ના હોઈ અમારા સહિયારા પ્રયાસે ઉભી કરેલી યોજનાઓ છે અને છેલ્લા 15 વર્ષોથી અવિરત કાર્યશીલ છે જેનું ભંડોળ શાળાના અને સમાજના સેવાભાવી મિત્રો આપતા રહે છે.

સંસ્થા ઉપરાંત કપડવંજ કેળવણી મંડળે આ વખતે એક આશ્ચર્યજનક સેવાનું કામ કર્યું છે કે ધોરણ 8 પાસ કરીને જે વિદ્યાર્થીઓ નવમાં ધોરણ માં શ્રી સી.એન.વિદ્યાલયમાં પ્રવેશ મેળવે છે તેઓની પ્રાથમિક શિક્ષણ ની પાયાની સમજ માં રહેલી કચાસ દૂર કરવા માટે ધોરણ 9 ના ' 'ઉપચારાત્મક શિક્ષણ ' ના આજે તારીખ :૧૫/૦૫/૨૦૨૩ ને સોમવારથી શ્રી સી.એન.વિદ્યાલય માં સવારે 8 થી 11 માં વર્ગો શરૂ કર્યા છે.

મિત્રો આ કોઈ સરકાર શ્રીનું ફરમાન નથી આ છે કપડવંજ કેળવણી મંડળની વિધાર્થીઓ પ્રત્યેની ચાહના,સેવા,સરાહનીય કાર્ય જેમાં તમામ બાળકોની વિષય સમજની કચાશને દૂર કરાશે.

મિત્રો,
સેવાના કાર્ય કરવા વાળા ઘણા છે પણ પહેલ કરે એ ખરું.

મને ગર્વ છે કે શ્રી સી.એન.વિદ્યાલય જેવી સંસ્થા મારી માતૃસંસ્થા છે.
લિ- એચ.એસ.પ્રજાપતિ
(અંગ્રેજી શિક્ષક, શ્રી સી.એન.વિદ્યાલય, કપડવંજ, 15/05/23.)

03/05/2023

Address

Kapadwanj
387620

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

02691262067

Alerts

Be the first to know and let us send you an email when Shree C. N. Vidhyalaya,Kapadwanj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree C. N. Vidhyalaya,Kapadwanj:

Shortcuts

Share

Category