15/12/2025
નિપુણ અરવલ્લી પ્રોજેક્ટ અંતર્ગત આજે પીએમ શ્રી સર્વોદયનગર પ્રાથમિક શાળાની મુલાકાત એક મહત્વપૂર્ણ અને માર્ગદર્શક અનુભવો સાથે પૂર્ણ થઈ. આ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સાહેબની આકસ્મિક મુલાકાતે સમગ્ર શાળા પરિવારને નવી દિશા અને નવી ઉર્જા આપી.
શાળા ખાતે વર્ગખંડ વ્યવસ્થા, અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા, વિદ્યાર્થીઓના લર્નિંગ લેવલ, નિપુણ લક્ષ્યાંકોની પ્રગતિ, શૈક્ષણિક રેકોર્ડ અને દૈનિક શૈક્ષણિક પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. સાથે જ શિક્ષકોને માત્ર પાઠ્યક્રમ પૂરું કરવાને બદલે દરેક બાળક નિપુણ બને તેવા પરિણામલક્ષી શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સાહેબે શિક્ષકોની મહેનતને બિરદાવતાં, શિક્ષણમાં નવીનતા, સતત મૂલ્યાંકન, બાળક કેન્દ્રિત અભિગમ અને જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવા સ્પષ્ટ અને અમલયોગ્ય સૂચનાઓ આપી.
આ મુલાકાત નિપુણ ભારતના સંકલ્પને જમીન પર સાકાર કરવાની દિશામાં માર્ગદર્શક સાબિત થઈ અને શાળા પરિવાર માટે આત્મવિશ્વાસ, પ્રેરણા અને જવાબદારીની નવી ચેતના જગાવનાર રહી.