29/09/2024
ખાસ ગ્રામસભા:-
૨ ઓક્ટોબર ગાંધી જ્યંતી નિમિત્તે દરેક ગુજરાતના દરેક ગામોની પંચાયતમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. આ ગ્રામસભા સ્પેશિયલ હશે જેની નોંધ ઉપર સુધી લેવાશે. પરિપત્ર મુજબના નક્કી કરેલા મુદ્દાઓની ચર્ચાઓ થશે. જેમા શિક્ષણ, જમીન, આરોગ્ય, મનરેગા, સરકારી દુકાન કે જે તે ગામના પ્રશ્નો હોય તેની ચર્ચા થવી જોઈએ.
મોટાભાગે ગ્રામસભા ક્યારે ભરાઈ જાય છે એની ખબર પડતી નથી માટે આ ગ્રામ સભામા વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને ગામના તમામ વડીલો, આગેવાનો, યુવાઓ, મહિલાઓ જોડાય તે પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે.
જેથી સરકારની આ મુહિમ સફળ સાબિત થાય અને વંચિત સમુદાયને પોતાના હક અને અધિકાર મેળવી શકે..
દરેક વ્યક્તિએ પોતાના ગામમાં ગ્રામ સભામાં હાજરી આપી જરૂરી મુદ્દાઓની અવશ્ય ચર્ચાઓ કરવી અને કરાવવી....
🇮🇳 જાગૃત નાગરીક🇮🇳