Good Morning
Mohanlal & Vijayaben Arts & Commerce College, Halol
Mohanlal & Viajyaben Arts & Commerce College, Halol established in 1974. Aim: Quality Education
06/03/2026
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ,હાલોલ સંચાલિત મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલ,જિ.પંચમહાલમાં તા. 21 ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ " 2026,શનિવારના રોજ માનદમંત્રી સમીરભાઈ શાહની અધ્યક્ષતામાં 'ભારતીય પ્રવાસ સાહિત્ય' વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાય ગયો.
પરિસંવાદની શરૂઆત પ્રાર્થના થી થઈ.પ્રા. જલ્પાબેન મકવાણાએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી.દીપ પ્રાગટય પછી કૉલેજના આચાર્યશ્રી ડૉ.યશવંત શર્માએ આવકાર પ્રવચન દ્વારા સૌને મીઠો આવકાર આપ્યો.આ પરિસંવાદના સંયોજક અને માતૃભાષાના અધ્યાપક ડૉ.સુધાબેન પટેલે પરિસંવાદની ભૂમિકા બાંધી આપી.ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક અને સુતરની આંટીથી સ્વાગત કર્યું.
મુખ્ય મહેમાનશ્રી તથા ઉદ્ઘાટક એમ.એસ.યુનિવર્સિટી, ગુજરાતી વિભાગ,વડોદરાથી ઉપસ્થિત પ્રો.ડૉ.ભરત મહેતાએ બીજરૂપ વક્તવ્યની સાથે 'રાહુલ સાંકૃત્યાયનનું સંપ્રજ્ઞ પ્રવાસ સાહિત્ય'વિષય ઉપર જ્ઞાનસભર વક્તવ્ય આપ્યું.અતિથિવિશેષ તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીથી પ્રા. નિખિલ મોરી ઉપસ્થિત રહયા.તેઓનું 'સાહસનું પ્રવાસ સાહિત્ય' વિષયને અનુરૂપ 'હિમાલયનો પ્રવાસ' અને'The cyclists Around the world 'કૃતિ ઉપરનું વ્યાખ્યાન ખુબ જ રસપ્રદ રહ્યું.ત્રીજા વકતા પ્રા. પ્રકાશ પરમારે 'પરિક્રમા નર્મદા મૈયાની'કૃતિ ઉપર વિદ્યાર્થી અનુલક્ષી વ્યાખ્યાન આપ્યું.કાલોલ કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ.અર્જુનસિંહ ગઢવી બીજી બેઠકના અધ્યક્ષ રહયા હતા.
પરિસંવાદના અધ્યક્ષસ્થાનેથી અપાતા વક્તવ્યમાં માનદમંત્રીશ્રી સમીરભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી.મંડળના પ્રમુખશ્રી પ્રફુલ્લભાઈ શાહે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
કૉલેજમાં દર વર્ષે 'વિશ્વ માતૃભાષા દિવસ ' ઉજવવામાં આવે છે.આ વર્ષે 2026નો 'વિશ્વ માતૃભાષા દિવસ' યાદગાર બની રહયો.ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી ભાષાના વર્ષ-2024ના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક યોજનામાં સાહિત્યના પ્રૌઢ વિભાગના લોકસાહિત્ય સ્વરૂપમાં 'ધોડિયા લોકવાર્તાઓ'ને દ્વિતીય પારિતોષિક બાલાસિનોર કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક ડો.અરવિંદભાઈ પટેલ અને હાલોલ કોલેજના અધ્યાપક ડૉ.સુધાબેન પટેલને મળતાં આ પરિસંવાદમાં માનદમંત્રીશ્રી સમીરભાઈ શાહ અને આચાર્યશ્રી ડૉ.યશવંત શર્માના હસ્તે સન્માન કરવામાં આવ્યું.જે મંડળ અને કૉલેજ માટે ગૌરવની બાબત છે.
આ પરિસંવાદમાં જુદી જુદી કૉલેજોમાંથી અધ્યાપકો,સંશોધકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સંશોધન પેપરો રજૂ કરીને સરસ પ્રતિભાવો આપ્યા.પરિસંવાદની વિવિધ બેઠકોનું સુચારુ સંચાલન ગુજરાતીના અધ્યાપક અને આ પરિસંવાદના સંયોજક ડૉ.કમલેશભાઈ પટેલ અને ડૉ.ઈન્દ્રજીતસિંહ ઠાકોરે કર્યું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ હાલોલના માનદમંત્રીશ્રી સમીરભાઈ શાહ તથા મંડળના હોદેદ્દારશ્રીઓ મુકુંદભાઈ દેસાઈ,ગિરીશભાઈ શાહ, કૉલેજના આચાર્યશ્રી ડૉ.યશવંત શર્મા,પરિસંવાદના સંયોજકો ડૉ.સુધાબેન પટેલ,ડૉ.કમલેશભાઈ પટેલ, અધ્યાપકો,ક્લાર્કશ્રીઓ, સેવકગણ, આમંત્રિતો,ભગિનીસંસ્થાઓના આચાર્યો,અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ડૉ.કમલેશભાઈ પટેલે
કરી હતી.સમગ્ર કોલેજ પરિવારના સાથસહકારથી આ પરિસંવાદ સફળ બન્યો.
06/03/2026
*M. And V. Arts and Commerce College, Halol ખાતે સંશોધન પદ્ધતિ પર બે દિવસીય રાષ્ટ્રિય પરિસંવાદનું (હાઇબ્રિડ મોડ) આયોજન કરવામાં આવ્યું.*
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ (HUM) સંચાલિત એમ. એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલ ખાતે RUSA Component No 11 Faculty Improvement Programme હેઠળ તારીખ 11 અને 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર (હાઇબ્રિડ મોડ) સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. આ સેમિનારનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધન સંસ્કૃતિને મજબૂત બનાવવાનો તેમજ અધ્યાપકો અને સંશોધકોમાં સંશોધન પદ્ધતિ અંગેની સમજ વિકસાવવાનો હતો.
પ્રથમ દિવસ – 11 ફેબ્રુઆરી, 2026
સેમિનારની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી, ત્યારબાદ જ્ઞાનના પ્રતીકરૂપે દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું.
પ્રિન્સિપાલ ડૉ. યશવંત શર્માએ મહાનુભાવો, વિષય નિષ્ણાતો અને ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ સેમિનાર સંયોજક ડૉ. અંકિત પટેલએ સેમિનારની થીમની પસંદગી તથા વિષય નિષ્ણાતોના મહત્વ અંગે વિગતવાર માહિતી આપી.
Shri Halol Mahajan Uchch Shikshan Mandalના માનદ મંત્રી શ્રી સમીરભાઈ શાહ મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમણે ઉચ્ચ શિક્ષણમાં સંશોધનની ભૂમિકા અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું.
પ્રથમ દિવસના મુખ્ય મહેમાન અને કી-નોટ વક્તા પ્રોફ. અતનુ ભટ્ટાચાર્યએ (સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતના કુલપતિ) માનવવિજ્ઞાનમાં આંતરવિષયક સંશોધન: ‘ટર્ન્સ’ વિષય પર ઊંડાણપૂર્વક અને વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું.
પ્રથમ પ્લેનરી સેશનમાં પ્રોફ. રમેશચંદ્ર કોઠારીએ (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પુર્વ કુલપતિ) “સંશોધનની મૂળભૂત બાબતો” વિષય પર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
બીજા પ્લેનરી વક્તા, પ્રોફ. સુલભા નટરાજએ “ઍક્શન રિસર્ચ” વિષય પર અસરકારક વ્યાખ્યાન આપ્યું, જેનું અધ્યક્ષસ્થાન પ્રોફ. પારુલ પોપટએ સંભાળ્યું.
ત્રીજા પ્લેનરી સેશનમાં પ્રોફ. સુરેન્દ્રસિંહ ગોહિલએ “સંશોધન ઉદ્દેશ્યો, સંશોધન પ્રશ્નો અને પરિકલ્પના” વિષયનું સ્પષ્ટીકરણ કર્યું. આ સેશનનું અધ્યક્ષસ્થાન ડૉ. અનુરાગસિંહ પુવારએ સંભાળ્યું.
પ્લેનરી સેશનો બાદ ટેકનિકલ સેશન–૧ (ઓફલાઇન મોડ)નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉ. અનુરાગસિંહ પુવાર અને ડૉ. વિજય નિનામા અધ્યક્ષ તરીકે રહ્યા. આ સેશનમાં ૨૦થી વધુ પ્રતિભાગીઓએ તેમના સંશોધન પત્રો રજૂ કર્યા.
બીજો દિવસ – 12 ફેબ્રુઆરી, 2026
બીજો દિવસ પણ સમાન ઉત્સાહ અને શૈક્ષણિક ગંભીરતા સાથે શરૂ થયો.
પ્રથમ પ્લેનરી સેશનમાં ડૉ. વિકાશ દોશીએ “ડેટા સંગ્રહ સાધનો, પદ્ધતિઓ અને વિશ્લેષણ” વિષય પર માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.
બીજા પ્લેનરી વક્તા, ડૉ. મહેન્દ્ર ચોટાલિયાએ “સંશોધન: માહિતી માટે નહીં, પરિવર્તન માટે” વિષય પર વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું, જેનું અધ્યક્ષસ્થાન ડૉ. વિજય માંગુખિયા એ સંભાળ્યું.
ત્રીજા પ્લેનરી સેશનમાં ડૉ. સુશાંત પાંડાએ “સંશોધનમાં નૈતિકતા” વિષય પર જાગૃતિપૂર્ણ વ્યાખ્યાન આપ્યું. આ સેશનનું અધ્યક્ષસ્થાન ડૉ. અપુર્વા પાઠકએ સંભાળ્યું.
પછી ટેકનિકલ સેશન–૨ (ઓનલાઇન મોડ)નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉ. ધર્મેન્દ્ર બારિયા, ડૉ. ધ્રુનલ કા.પટેલ અને પ્રિન્સિપાલ વિપિન બારિયા અધ્યક્ષ તરીકે રહ્યા. આ સેશનમાં ૫૦થી વધુ પ્રતિભાગીઓએ તેમના સંશોધન પત્રો રજૂ કર્યા.
અંતે સમાપન સમારોહ (વેલેડિક્ટરી ફંક્શન) યોજાયો, જેમાં સેમિનાર સંયોજક ડૉ. અંકિત પટેલએ આભાર વિધિ (Vote of Thanks) પાઠવી.
આ બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં *ઓફલાઇન તથા ઓનલાઇન મોડમાં કુલ ૨૫૦થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોની વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાંથી પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સમીરભાઈ શાહ, ડૉ. યશવંત શર્મા, ડૉ. અંકિત પટેલ, અધ્યાપક વર્ગ, બિન-અધ્યાપક સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા તમામ પ્રતિભાગીઓના સહકારથી આ સેમિનાર ભવ્ય સફળતા સાથે પૂર્ણ થયો. સેમિનારે સંશોધન જાગૃતિ, પદ્ધતિગત સમજ અને આંતરવિષયક અભિગમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
18/10/2025
Spandan 2025 Youth Festival was organised by Shree Govind Guru University from 14th to 15th October, 2025. 32 events were held as a part of Youth Festival. In which the students of M & V Arts and Commerce College, Halol managed by Shri Halol Mahajan Uchcha Shikshan Mandal participated in different events enthusiasticly. Students won in three different events of Youth Festival. Honorary minister of Halol Mahajan Uchcha Shikshan Mandal, Shri Samirbhai Shah and member of the Mandal Mukundbhai Desai, other members of Mandal, as well as respected Principal Dr. Yashwant Sharma, and faculties of the institute congratulated to all the participants and the winners.
Following faculties as a part of Cultural Committee took the responsibilities to look after the Youth Festival from the college:
Dr Sudha Patel
Dr Sanjay Joshi
Dr Jayesh Vaghela
Dr Pratik Dalwadi
Dr Ankit Patel
Ms Jalpa Makwana
Following are the name of winning events:
1. *Stood 1st in Event*
2. *Stood 2nd in Event*
3. *Stood 3rd in Instrumental Solo_ Percussion*
10/09/2025
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ.એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલમાં તા.04-09-2025ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ એક દિવસ માટે સ્વયં શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવીને શિક્ષકનો આદર્શ રજૂ કરે છે.શિક્ષણકાર્ય બાદ રાખવામાં આવેલા કાર્યક્રમમાં એક દિવસ માટે બનેલા આચાર્ય મહિડા કૌશલ અને અધ્યાપકોએ પોતાના શિક્ષણકાર્ય દરમિયાનના અનુભવો રજૂ કર્યા. ડૉ.ઈન્દ્રજીત ઠાકોરે શિક્ષક દિનનું વક્તવ્ય આપ્યું હતું. કૉલેજના અધ્યાપકો અને આચાર્યશ્રી ડૉ.યશવંત શર્મા સાહેબે શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી અનુરૂપ વક્તવ્ય આપેલ.શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના માનદમંત્રી શ્રી સમીરભાઈ શાહ સાહેબની શુભેચ્છાઓ સાથે કૉલેજના આચાર્યશ્રી ડૉ.યશવંત શર્મા સાહેબે અધ્યક્ષીય પ્રવચન આપેલ.
શિક્ષક દિનની ઉજવણી કમિટીમાં ડૉ.સુધાબેન પટેલ અને ડૉ.ઈન્દ્રજીતસિંહ ઠાકોરની નિમણૂંક કરવામાં આવી હતી.સમગ્ર આયોજન કમિટિ દ્વારા કરવામાં આવ્યુ હતું.કૉલેજના અધ્યાપકો,ક્લાર્કશ્રીઓ, સેવકગણ સૌના સહયોગથી આનંદભેર શિક્ષક દિનની ઉજવણી થઈ હતી.
30/08/2025
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ.એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલની સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થતાં,2025 ના વર્ષને 'ગોલ્ડન જયુબિલી' વર્ષ તરીકે ઉજવી રહયા છીએ.
એ અંતર્ગત તારીખ 28-08-2025,ગુરુવારના રોજ C.W.D.C.દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારનો વિષય હતો 'CWDC નું મહત્ત્વ'.આ આયોજન કૉલેજના આચાર્યશ્રી ડૉ. યશવંત શર્મા સાહેબ કે જેઓ આ કમિટીના ચેરમેન હોય તેઓના માર્ગદર્શન હેઠળ શકય બન્યું.
સેમિનારની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી.કૉલેજના અંગ્રેજીના અધ્યાપિકા અને CWDCના કો-કોર્ડીનેટર જલ્પાબેન મકવાણાએ વિદ્યાર્થિનીઓ સાથે મળી સુંદર પ્રાર્થના રજૂ કરી.CWDCના કોર્ડીનેટર ડૉ.સુધાબેન પટેલે આવકાર પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા.કૉલેજના આચાર્યશ્રી ડૉ.યશવંત શર્મા સાહેબે કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવીને વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું.
આ પરિસંવાદના વકતા માનસીબેન ત્રિવેદીએ 'CWDCનું મહત્ત્વ 'વિષય પર જુદા જુદા ઉદાહરણો દ્વારા સુંદર વ્યાખ્યાન આપ્યું.
આ સેમિનારમાં કૉલેજની CWDC ટીમના કોર્ડીનેટર ડૉ.સુધાબેન પટેલ,કો-કોર્ડીનેટર પ્રા. જલ્પાબેન મકવાણા, ડૉ.અમીષાબેન પ્રજાપતિ પ્રા.હિરલબેન ઠાકોર અને ગાયત્રીબેન રાવલની આખી ટીમે સુંદર આયોજન કર્યુ. કાર્યક્રમ નું સુચારુ સંચાલન પ્રા.જલ્પાબેન મકવાણા અને પ્રા. હિરલબેન ઠાકોરે કર્યુ હતું.ડૉ.અમીષાબેન પ્રજાપતિએ આભારવિધિ કરી હતી.
આ સેમિનારને સફળ બનાવવામાં કોલેજના આચાર્યશ્રીડૉ.યશવંત શર્મા સાહેબ, કોલેજના અધ્યાપકમિત્રો,ક્લાર્કશ્રીઓ,સેવકગણ સૌનો સાથ-સહકાર રહ્યો છે.આ સેમિનારમાં 206 વિદ્યાર્થિનીઓ હાજર રહી હતી.છેલ્લે રાષ્ટ્રગીતથી પૂર્ણાહુતિ કરવામાં આવી.
23/08/2025
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ.એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલમાં ગુજરાતી વિભાગના અધ્યાપકો ડૉ.સુધાબેન પટેલ અને ડૉ.કમલેશભાઈ પટેલ દ્વારા તા.23-08-2025ના રોજ અભ્યાસક્રમના કાવ્યોનું ઓડિયો વિડિયો માધ્યમથી રજૂઆતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ધણો જ રસપ્રદ રહયો હતો.ઘણાંબધા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામ માણ્યો.કૉલેજના કોમ્પ્યુટર પ્રોગ્રામર દિનેશભાઈ પટેલના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો.
23/08/2025
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ.એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ(ગોધરા) સૂચિત 9મી ઑગસ્ટ, 2025 'વિશ્વ આદિવાસી દિન' ઉજવણી અંતર્ગત તારીખ 13-08-2025ના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નિબંધ સ્પર્ધાનું આયોજન ડૉ.સુધાબેન પટેલ અને ડૉ.અમીષાબેન પ્રજાપતિએ કર્યુ હતું.નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ નીચે મુજબ છે:
પ્રથમ વિજેતા:ચાવડા દિવ્યાબેન અશોકસિંહ બી.એ.સેમ 3,રોલ નંબર 381
દ્વિતીય વિજેતા:રાઠોડ હેતલબેન દિનેશસિંહ બી.એ.સેમ 5,રોલ નંબર 311
તૃતીય વિજેતા:બારીઆ સોનલબેન દિપકભાઈ બી.એ.સેમ 3,રોલ નંબર 372
નિબંધ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે ડૉ.સુધાબેન પટેલ ડૉ.કમલેશભાઈ પટેલ અને ડૉ.અમીષાબેન પ્રજાપતિએ સેવા આપી હતી.
કૉલેજના આચાર્યશ્રી ડૉ.યશવંત શર્મા સાહેબનું પ્રોત્સાહન અને સમગ્ર સ્ટાફના સહયોગથી આ સ્પર્ધા યોજાઈ હતી.
22/08/2025
એમ. એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ ઉજવાયો
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ. એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલ ખાતે આચાર્યશ્રી ડૉ.યશવંત શર્માના માર્ગદર્શન હેઠળ તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ "વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ" નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્વરોજગાર, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ તેઓમાં નવા વિચારોને સાકાર કરી પ્રેરણા પૂરું પાડવાનો હતો.
આ કાર્યક્રમમાં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર ડૉ. રાજુ રાઠોડે નિષ્ણાત તરીકે "Problem Solving and Idea Generation" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો દ્વારા ઉદ્યોગસાહસિક તરીકે આવતી મુશ્કેલીઓ અને તે મુશ્કેલીઓ દૂર કરવા માટે જરૂરી ઉપાયો કેવી રીતે શોધી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિદ્યાર્થીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં રસપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન SSIP સેલના કોઓર્ડિનેટર ડૉ. અમીષાબેન પ્રજાપતિ તથા ઉદ્યોગસાહસિકતા સેલના નોડલ ઓફિસર ડૉ. નરેન્દ્રસિંહ રાજ અને સમગ્ર કમિટી સભ્યો પ્રા.દિનેશભાઈ પટેલ, ડૉ.મનોજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
20/08/2025
M & V Arts & Commerce college Halol organised Elocution competition under 'Vishwa Adiwasi Diwas' suggested by Shri Govind Guru University on 14/08/2025, Wednesday for College students. This programme conducted by Dr. Pratik Dalwadi and Ms. Jalpa Makwana. The judges of this event are Dr. Ashok Gaur and Dr. Ankit Patel. Principal, Dr. Yashwant Sharma gave welcome speech and encourage students to participate in Elocution. This Elocution competition provides the platform to students for free speech and learn and developed the confidence. They can get the ideas about the importance of public speaking.
M. & V. Arts and Commerce College Halol organized a mega Tiranga Yatra . It started from the college premises and went through the main bazars of Halol town. A good number of students, staff members and other dignitaries remained present on this occasion. This Tiranga Yatra was arranged by NSS units of the college under the leadership of their program officers Dr. Sanjay Joshi and Dr. Jayesh Vaghela.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Halol
389350