07/03/2026
✨ ૫૫ વર્ષ પછી ફરી મળ્યા… અને સ્કૂલ ફરી જીવંત બની ગઈ…! ✨
ડેમાઈની ગૌરવશાળી શિક્ષણ સંસ્થા શ્રી એન. એસ. પટેલ હાઇસ્કૂલ માત્ર ડેમાઈ જ નહીં પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લામાં ઉમદા અને મૂલ્યઆધારિત શિક્ષણ માટે જાણીતી સંસ્થા છે.
સન ૧૯૫૬/૧૯૫૭ થી કાર્યરત આ વિદ્યામંદિરે સમાજને અસંખ્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આપ્યા છે. આજે આ સ્કૂલના વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં ડોક્ટર, એન્જિનિયર, લોયર, બિઝનેસમેન અને સફળ એન્ટરપ્રેન્યોર તરીકે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે.
આ ગૌરવપૂર્ણ પરંપરાના પાછળ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, આચાર્યો અને સમર્પિત શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે.
તારીખ : ૧ માર્ચ ૨૦૨૬ આ દિવસે ૧૯૭૬ ની બેચના વિદ્યાર્થીઓનું અદ્ભુત અને ભાવનાત્મક સ્નેહ સંમેલન યોજાયું.
આ સંમેલન ખરેખર અકલ્પનીય બન્યું, કારણ કે વિદ્યાર્થીઓની લાગણીને માન આપી તે સમયના હયાત શિક્ષકો પણ આશીર્વાદ આપવા માટે ૮૫ થી ૯૦ વર્ષની ઉંમરે ઉપસ્થિત રહ્યા. જે બદલ શ્રી જે.એ શાહ સાહેબ, શ્રી એમ.એસ પટેલ સાહેબ, શ્રી જે.જી પટેલ સાહેબ, શ્રી જે.બી પટેલ સાહેબ, શ્રી કે.એલ શાહ સાહેબનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્કૂલ તથા મંડળે આભાર વ્યક્ત કર્યો.
આ દ્રશ્ય જોઈને સૌની આંખોમાં આનંદ અને લાગણીના આંસુ આવી ગયા…
માત્ર ત્રણથી ચાર વિદ્યાર્થીઓ અને છથી સાત વિદ્યાર્થીનીઓ અંગત કારણસર આવી શક્યા નહોતા. બાકીના લગભગ ૯૦ % વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા, જે પોતે જ એક અદભુત ઘટના ગણાય.
શ્રી વિનોદભાઈ શાહ, પ્રજ્ઞાબેન વિનોદભાઈ શાહ હાલ USA, ડૉ શ્રી રાજેશભાઈ શાહ હાલ મુંબઈ, શ્રી પંકજભાઈ એન મોદી હાલ વડોદરામાં, શ્રી અશોકભાઈ સી શાહ હાલ અમદાવાદ આમ મુંબઈ, વડોદરા, અમદાવાદ અને ડેમાઈ, બાયડ આસપાસના ગામોમાંથી મિત્રો ખાસ આ અવસર માટે આવ્યા.
આ સુંદર સંમેલન પાછળ એક સપનું હતું શ્રી વિનોદભાઈ નાનચંદદાસ શાહ અને તેમના સાથી મિત્રોનું.
તેમની ઈચ્છા હતી કે ૫૦-૫૫ વર્ષ પછી બધા મિત્રો ફરી એકવાર વતનમાં ભેગા થાય.
આ સપનાને સાકાર કરવા માટે તેમના મિત્રો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી. ખાસ કરીને શ્રી ભરતભાઈ જેઠાભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ કાંતિલાલ શાહ અને શ્રી દિનેશભાઈ લાલાભાઈ પટેલે આ આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ફરી એકવાર ક્લાસરૂમમાં બેસ્યા, જૂની યાદોને તાજી કરી અને પોતાના સ્કૂલના દિવસોને ફરીથી જીવંત બનાવ્યા.
એ ક્ષણો ખરેખર હાસ્ય, આનંદ, લાગણી અને યાદોથી ભરપૂર બની રહી.
હાલના ચેરમેન શ્રી કિર્તીભાઈ, સાથે શ્રી જગદીશભાઈ શાહ અને શ્રી સમીરભાઈ પટેલ દ્વારા તમામ મહેમાનોનું ફૂલોના બુકે અને ચોકલેટ આપી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.
આ સંમેલન માત્ર એક કાર્યક્રમ નહોતો…પરંતુ
❤️ સ્મૃતિઓનો મેળો ❤️ મિત્રતાનો ઉત્સવ ❤️ શિક્ષક-વિદ્યાર્થીના અમર સંબંધનું જીવંત પ્રતિક
🙏 શ્રી એન. એસ. પટેલ હાઇસ્કૂલ પરિવાર માટે આ ક્ષણો હંમેશા ગૌરવ અને પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
🎥 આ અવિસ્મરણીય ક્ષણોનો સુંદર વિડિયો અવશ્ય જુઓ…