06/06/2026
તારીખ 5 જૂન 2026 ના રોજ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટસ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ , ગાંધીનગર ખાતે પ્રી-મોન્સૂન નિરીક્ષણ અંતર્ગત કોલેજ કેમ્પસમાં ધાબાની સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, વૃક્ષોની કાપકૂપ, ઇલેક્ટ્રિકલ સલામતી તથા ફાયર સેફ્ટી (ફાયર સેફ્ટી બોટલોનું રી-ફીલીંગ) વ્યવસ્થા કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન સમગ્ર કેમ્પસની સ્થિતિ સંતોષકારક જણાઈ હતી અને ઘટતી કામગીરી પૂર્ણ કરી તથા ચોમાસા પૂર્વે જરૂરી પૂર્વ સાવચેતીના પગલાં પૂર્ણ કરવામાં આવ્યા હતા.
05/06/2026
તારીખ 5 જૂન 2026 ના રોજ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટસ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ , ગાંધીનગર ખાતે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણના સંકલ્પ સાથે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. લલિતકુમાર પટેલ સાહેબ, અધ્યાપકશ્રીઓ, કાર્યાલયના કર્મચારીઓ અને સેવા કર્મચારી એમ કુલ મળી 14 લોકો દ્વારા ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું તેમજ સાથે ' વૃક્ષો વાવો વરસાદ લાવો' અને 'જંગલ બચાવીએ પર્યાવરણ બચાવીએ' જેવા સૂત્રોનું ગાન કરી અને પર્યાવરણનું સંવર્ધન કરવા પણ સંકલ્પ કર્યો.