27/08/2026
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના વાહનચાલક મિત્રો તથા મેનેજમેન્ટના સભ્યોને રાખડી બાંધીને ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને વિશ્વાસનું સુંદર બંધન ઉજવવામાં આવ્યું.
આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ રાખડી સાથે સ્નેહ, આદર અને શુભેચ્છાઓ વ્યક્ત કરી. શાળાના વાહનચાલક મિત્રો વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળાએ લાવવા-લઈ જવાની પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે, ત્યારે આ રાખડી તેમના પ્રત્યેના સન્માન, કૃતજ્ઞતા અને આત્મીયતાનું પ્રતીક બની રહી.
“રાખડીનો આ નાજુક દોરો માત્ર કાંડા પર નથી બંધાતો, તે તો હૃદયોને પ્રેમ, વિશ્વાસ અને લાગણીથી જોડે છે.”