Ancient History

Ancient History Ancient world and Jain History

With Jinal Mitesh Mehta – I just got recognized as one of their top fans! 🎉
21/01/2026

With Jinal Mitesh Mehta – I just got recognized as one of their top fans! 🎉

            *_ઈરિયાવહી સૂત્ર*_ 🫴 *ઈરિયાવહી સૂત્રમાં ૧૮૨૪૧૨૦ મિચ્છામી દુકડમ્* ૫૬૩ જીવોના ભેદ × ૧૦ (અભિહયાદિ પદ) = ૫૬૩૦ ૫૬...
17/01/2026



*_ઈરિયાવહી સૂત્ર*_

🫴 *ઈરિયાવહી સૂત્રમાં ૧૮૨૪૧૨૦ મિચ્છામી દુકડમ્*

૫૬૩ જીવોના ભેદ × ૧૦ (અભિહયાદિ પદ) = ૫૬૩૦
૫૬૩૦ × ૨ (રાગ - દ્વેષ) = ૧૧૨૬૦
૧૧૨૬૦ × ૩ (મન - વચન - કાયા) = ૩૩૭૮૦
૩૩૭૮૦ × ૩ (કરવું - કરાવવું - અનુમોદવું) = ૧૦૧૩૪૦
૧૦૧૩૪૦ × ૩ (અતીત - અનાગત - વર્તમાનકાળ) = ૩૦૪૦૨૦
૩૦૪૦૨૦ × ૬ (અરિહંતાદિ છની સાક્ષીએ) = ૧૮૨૪૧૨૦

🫴 હવે નીચે મુજબ મિચ્છામી દુક્કડમ્ ની સમજ મેળવી લો.

👉 જીવો '૫૬૩' પ્રકારે છે. (જીવવિચારમાં ૫૬૩ ભેદનું સ્વરૂપ આવે છે તે જાણી લેવું.) એ જીવોને ૧. અભિયાન ૨. વત્તિયા ૩. લેસિયા ૪. સંઘાઈયા ૫. સંઘટ્ટિયા ૬. પરિયાવિયા ૭. કીલ્લામિયા ૮. ઉદ્દવિયા ૯. ઠાણાઓઠાણં સંકામિયા ૧૦. જીવીઆઓ વવરોવીયા આ દસરીતે હેરાન કર્યા હોય, એમની હિંસા વિરાધના કરી હોય એના ૫૬૩ × ૧૦ = ૫૬૩૦ મિચ્છામી દુક્કડમ્ થયા.

એ '૫૬૩૦' પ્રકારે હેરાનગતિ ક્યારેક રાગથી તો ક્યારેક દ્વેષથી થઈ હોય તો ૫૬૩૦ × ૨ = ૧૧૨૬૦ પ્રકારે મિચ્છામી દુક્કડમ્.

એ '૧૧૨૬૦' પ્રકારની હેરાનગતિ - મનથી, વચનથી, કાયાથી કરી હોય તો ૧૧૨૬૦ × ૩ = ૩૩૭૮૦ મિચ્છામી દુક્કડમ્.

એ '૩૩૭૮૦' પ્રકારની હેરાનગતિ પોતે કરી હોય બીજા પાસે કરાવી હોય. કોઈ હેરાન કરતો હોય તેની અનુમોદના કરી હોય તો - કરણ, કરાવણ, અનુમોદન વડે ગુણતાં, ૩૩૭૮૦ × ૩ = ૧૦૧૩૪૦. તેને ત્રણ કાળથી ગુણતા ૧૦૧૩૪૦ × ૩ = ૩૦૪૦૨૦. એ ૩૦૪૦૨૦ પ્રકારની હેરાનગતિઓ (૧) અરિહંતની સાક્ષીએ (૨) સિદ્ધની સાક્ષીએ (૩) ગુરુ મહારાજ ની સાક્ષીએ (૪) સાધુ મહારાજની સાક્ષીએ (૫) ઈષ્ટદેવની સાક્ષીએ (૬) પોતાના આત્માની સાક્ષીએ એમ ૩૦૪૦૨૦ × ૬ = *૧૮૨૪૧૨૦ પ્રકારે મિચ્છામી દુક્કડમ્* થયા. 🙏

આભાર - શાંતિ સૌરભ
અંક પ્રકાશન તારીખ ૦૧-૦૪-૧૯૭૫

                       ---🎙️ દૃઢપ્રહારી અને જૈન ગુફાઓ — અજાણી પણ અદભુત કથાઆપણે ત્યાં એક દૃઢપ્રહારીની વાત મળે છે — જે ભગવ...
07/01/2026


---

🎙️ દૃઢપ્રહારી અને જૈન ગુફાઓ — અજાણી પણ અદભુત કથા

આપણે ત્યાં એક દૃઢપ્રહારીની વાત મળે છે — જે ભગવાન મહાવીરસ્વામીના સમયકાળમાં થયેલા હતા.
દીક્ષા પહેલાં એ વ્યક્તિએ અનેક લોકોને રંજાડ્યા હતા... ચોર-લૂંટારાઓમાં જેનું નામ સૌના મનમાં ગુંજે એવું હતું.

પણ રસપ્રદ વાત એ છે કે ભગવાન નેમિનાથના સમયમાં પણ દૃઢપ્રહારી નામનો એક રાજા થયા હતા! એકલો એ લાખ સૈનિકો સામે લડી શકે તેવી શક્તિ ધરાવતો — તેથી જ તેનું નામ પડ્યું હતું “દૃઢપ્રહારી”.

આ રાજા લૂંટારાઓ જેવા નહોતા.
પણ જે ગામો લૂંટારાઓના ત્રાસથી પીડાતા હતા — તેને મુક્તિ અપાવતા!
અને પછી એ જ દૃઢપ્રહારીએ ધર્મ તરફ વળીને આઠમા તીર્થંકર ભગવાન ચંદ્રપ્રભસ્વામીનું એક અલૌકિક જિનાલય બનાવ્યું.

આ મંદિર નાસિકથી આશરે ૬૪ કિ.મી. દૂર આવેલા ચંદ્રદિત્યપુર નગરમાં હતું — જે પછી “ચાંદવડ” નામે ઓળખાયું.
આજે ભલે તે જિનાલય નથી, પણ રાજા દૃઢપ્રહારીની પરંપરાએ ત્રણ વખત તેનું જિર્ણોદ્ધાર કરાવ્યું હતું.

ચાંદવડથી ચાર કિલોમીટર દૂર એક જૂનો કિલ્લો છે — ત્યાં આવેલી “કાલિકા ગુફા” પહેલેથી જૈન ગુફા હતી.
અહીં ચોવીસીમૂર્તિ, અંબિકા દેવી, સરસ્વતીમૂર્તિ અને શ્રાવક-શ્રાવિકા પ્રતિમાઓ મળેલી હતી.
પરંતુ પછીથી તે અન્યત્ર પધરાવી દેવાઈ, અને હવે માત્ર કાલિકા દેવીની પ્રતિમા હોવાથી એને “કાલિકા ગુફા” કહેવામાં આવે છે.

દેવલાલીથી મળેલા ઈ.સ. ૧૦૫૨ના તામ્રપત્ર સહિત અનેક તામ્રપત્રોમાં પણ “ચાંદવડ” નામનો ઉલ્લેખ મળે છે.

⛰️ અંકાઈ-ટંકાઈ ગુફાઓ — કોંકણ અને નાસિક વચ્ચે આવેલ આ ગુફાઓની કોતરણી જોઈને ઇલોરાની ગુફાઓ યાદ આવી જાય.
ક્યારેક અહીં અનેક જિનમૂર્તિઓ હતી — આજે કેટલીક મુંબઈના Prince of Wales Museumમાં સુરક્ષિત છે.
એક સમયનું જિનાલય બાદમાં મસ્જિદમાં ફેરવાઈ ગયું — ઈ.સ. ૧૬૩૫માં મુસ્લિમોએ આ કિલ્લો જીત્યો ત્યારે.

🪶 કવિ મેઘવૈજયજી પોતાના ગ્રંથ “મેઘદૂત સમસ્યા”માં લખે છે કે પ્રભુ મહાવીર સ્વયં અહીં પધાર્યા હતા — એ વાતે આ ભૂમિ પવિત્ર બની ગઈ.

⛰️ અંજનેરી ગુફા — પવનજયની પત્ની અને હનુમાનજીની માતા અંજના સતીના નામ પરથી આ ગુફાનું નામ પડ્યું.
અહીં હનુમાનજીનો જન્મ થયો હતો, પરંતુ જૈન પરંપરા મુજબ આ સ્થળે પ્રભુ શાંતિનાથની ભક્તિ કરવામાં આવી હતી.
આજે પણ અહીં પર્વતના ત્રીજા વાડા પર એક ગુફામાં અરિહંત પરમાત્માની પ્રતિમા છે — પરંતુ તે પર સિંદૂર ચઢાવવામાં આવે છે અને હિન્દુઓ તેને હનુમાનજી તરીકે પૂજે છે.

આ સ્થાનને આધુનિક સમયમાં પ્રકાશમાં લાવવાનું શ્રેય જાય છે ગણિવર્ય શ્રી જગવલ્લભવિજયજી મહારાજને, વિ.સ. ૨૦૪૮માં.

🪔 નાગાર્જુન ગુફા (પીત્તલખોરાની ગુફા) — મહારાષ્ટ્રના ચાલીગામ નજીક આવેલી આ ગુફાઓમાં પણ પૂર્વે જૈન મંદિરો હતાં.
આજે પણ અહીં પરમાત્માની પ્રતિમા અને કેટલીક પ્રાચીન મૂર્તિઓ અસ્તિત્વમાં છે — જે આપણાં જૈન ઇતિહાસના જીવંત સાક્ષી છે.

---

📜 આ સમગ્ર માહિતીનો આધાર:
ધર્મચક્ર જૈન પંચાંગ — “જૈન ગુફાઓ” લેખ, આચાર્ય વિજય જગવલ્લભસૂરિશ્વરજી મહારાજ

🙏 આભાર — શાંતિ સૌરભ
🗓️ અંક પ્રકાશન તા. ૦૧-૦૩-૨૦૨૦

             🫴   ગુજરાતની ગૌરવવંતી ભૂમિ પર કલ્યાણક ભૂમિ તરીકેનું શ્રેય મળે છે એકમાત્ર   ગિરનાર તીર્થને. જેના રૈવતગિરિ, ઉ...
05/01/2026



🫴 ગુજરાતની ગૌરવવંતી ભૂમિ પર કલ્યાણક ભૂમિ તરીકેનું શ્રેય મળે છે એકમાત્ર ગિરનાર તીર્થને. જેના રૈવતગિરિ, ઉજજ્યંતગિરિ આદિ નામો પણ પ્રસિદ્ધ છે. આ કલ્યાણક ભૂમિ સ્વરૂપ ગિરનારતીર્થ પર ગઈ ચોવીસીના શ્રી નમીશ્વર ભગવાન, શ્રી અનિલ ભગવાન, શ્રી યશોધર ભગવાન, શ્રી કૃતાર્થ ભગવાન, શ્રી જિનેશ્વર ભગવાન, શ્રી શુદ્ધમતિ ભગવાન, શ્રી શિવંકર ભગવાન અને શ્રી સ્પંદન ભગવાન — એમ કુલ આઠ તીર્થંકરોનાં દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક થયા હતા. આ ચોવીશીનાં શ્રી નેમિનાથ ભગવાનનાં પણ દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણ થયા છે. તથા આવતી ચોવીસીનાં શ્રી અનંતવીર્ય ભગવાન અને શ્રી ભદ્દકૃત ભગવાનનાં પણ દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણ થશે. વળી આવતી ચોવીસીનાં શેષ ૨૨ ભગવાનનાં નિર્વાણ કલ્યાણક પણ થશે. (અર્થાત્ આવતી ચોવીસીનાં ચોવીસેય તીર્થંકરોની નિર્વાણ કલ્યાણ ભૂમિ આ ગિરનારતીર્થ છે.) એટલે ગઈ ચોવીસીનાં આઠ તીર્થંકરનાં ૩-૩ કલ્યાણક મળી ૨૪ કલ્યાણક, આ ચોવીસીનાં શ્રી નેમિપ્રભુના ૩ કલ્યાણક તથા આવતી ચોવીસીના બે પ્રભુના ૩-૩ કલ્યાણક અને શેષ ૨૨ પ્રભુનાં ૧-૧ કલ્યાણક મળી ૨૮ કલ્યાણક. ત્રણે (૨૪+૩+૨૮) મળી ૫૫ કલ્યાણકને ધારણ કરનારું આ મહાન તીર્થ છે.

👉 એમ કહેવાય છે કે શત્રુંજય મહાતીર્થની જેમ ગિરનાર પર્વત પણ છ આરામાં વધ-ઘટ થયા કરે છે. પહેલા આરામાં આ પર્વત ૨૬ (છવ્વીસ) યોજનનો હતો. બીજા આરામાં ૨૦ (વીસ) યોજન, ત્રીજા આરામાં ૧૬ (સોળ) યોજન, ચોથા આરામાં ૧૦ (દસ) યોજનો હતો. હમણાં પાંચમા આરામાં ૨ (બે) યોજનાનો છે અને છઠ્ઠા આરામાં ૧૦૦ (સો) ધનુષ્યનો થશે.

આભાર - શાંતિ સૌરભ
અંક પ્રકાશન તા. ૦૧-૦૨-૨૦૦૪

                      *મથૂરા સ્તૂપ*ભાગ - ૨/૨*(ક્રમશઃ મથુરા સ્તૂપ વિશેની આગળની વાત)*👉 મુનિઓ તો ચાતુર્માસ પૂર્ણ થતાં જ વિહ...
05/01/2026



*મથૂરા સ્તૂપ*

ભાગ - ૨/૨

*(ક્રમશઃ મથુરા સ્તૂપ વિશેની આગળની વાત)*

👉 મુનિઓ તો ચાતુર્માસ પૂર્ણ થતાં જ વિહાર કરી લે. કુબેરાદેવીએ ત્યારબાદ એ મથૂરા સ્તૂપની પૂજામાં જ પોતાનું ચિત્ર સ્થાપિત કર્યું. આજીવન કુબેરાદેવીએ તેની સંભાળ લીધી. પૂજા કરી. આ કુબેરાદેવીનું આયુષ્ય પૂર્ણ થયું. તેની જગ્યાએ બીજી કુબેરાદેવી આવી. તે પછી તેણે આ સ્તૂપ સંભાળ્યું એમ છે...ક પાર્શ્વનાથ ભગવાન સુધી ચાલ્યું. પાર્શ્વનાથ ભગવાનના સમય સુધી આ સુવર્ણ સ્તૂપ ઊઘાડો જ રહ્યો.

આ સમય દરમિયાન એક રાજા થઈ ગયો. તેણે આ સ્તૂપ જોયું. સોનું જોયું. સોનાની લાલચ જાગી. આ સ્તૂપ તોડી તેનું સોનુ રાજભંડારમાં લઈ જવાનું વિચાર્યું અને તેણે સ્તૂપ તોડવા શસ્ત્ર ઉગામ્યું. એ શસ્ત્ર તેને જ વાગ્યું. તેનું માથું કપાઈ ગયું. આ જોઈ લોકો ડરી ગયા. લોકોએ દેવીની ક્ષમાપના કરી ત્યારે દેવીએ કહ્યું - જે રોજ જિનપ્રતિમાને પૂજશે, તેનું ઘર બચશે. બાકી બધાના ઘર પડી જશે. આ સાંભળી મથુરાના દરેક લોકોએ પોતાના ઘરે મંગલચૈત્યની સ્થાપના કરી.

વળી દેવીએ તે સમયે 'કુહાડ છટ્ઠી' કરવાની પણ આજ્ઞા કરી. એનો અર્થ એ કે જે નવો રાજા થાય, તેણે એક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની. તો જ તે જીવિત રહેશે. નહિંતર મૃત્યુ પામશે અને આ રિવાજ પણ શરૂ થયો.

🫴 એક વખતની વાત છે. ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમવસરણ મથુરામાં મંડાયું. તે સમયે દુષમાકાળના એટલે કે હવે પછી આવતા પડતાં કાળના ભાવો સાંભળ્યા. તે સાંભળી કુબેરાદેવીએ સંઘને જણાવ્યું - હવે પછી લોકોની બુદ્ધિ ખરાબ થશે. દેવ-દેવીઓ પણ પ્રમાદી થશે. હું પણ અલ્પાયુષી છું. માટે આ સુવર્ણ સ્તૂપને ઢાંકી દઉં છું.

અને દેવીએ તે સુવર્ણ - સ્તૂપને ઈંટથી ઢાંકી દીધો.

ત્યારબાદ શ્રીસંઘે સ્તૂપની બહાર પ્રતિષ્ઠિત કરેલ પાર્શ્વનાથ ભગવાન અને કુબેરાદેવીની મૂર્તિને પૂજવા લાગ્યો. ત્યારથી આ સ્તૂપ પાશ્વપ્રભુનો સ્તૂપ ગવાવા માંડ્યો. *મથુરાનો સંબંધ સુપાર્શ્વની જગ્યાએ પાર્શ્વ સાથે જોડાઈ ગયો.*

🫴 પ્રભુવીરના નિર્વાણ બાદ તેરસો વર્ષે આચાર્ય શ્રી બપ્પભટ્ટિસૂરિજી મહારાજાએ આ તીર્થનો જિર્ણોદ્ધાર કર્યો હતો. (સુવર્ણસ્તૂપ અત્યારે અદ્રશ્ય છે.)

ઇતિહાસના જાણકાર ડોક્ટર વિન્સેન્ટ સ્મિથનું કહેવુ છે કે આ સ્તૂપની ઈંટોની રચના જે છે, તે ઇ.સ. પૂર્વેની છઠ્ઠી શતાબ્દી પછીની નથી. પણ તે પૂર્વેની છે.

👉 'કંટાલીટીલા'ના નામે મળતા આ મથૂરાના અવશેષો પ્રાચીન ઇતિહાસની ભવ્યતા પ્રગટ કરે છે. એમ કહે છે કે કંકાલિટીલામાં મૂર્તિ નીચે મળેલા એક શિલાલેખમાં એવા પણ અક્ષરો દેખાયા છે, જે સ્તૂપને દેવનિર્મિત સાબિત કરવા સક્ષમ છે.
(આધાર : ધર્મચક્ર જૈન પંચાંગ - સંવત ૨૦૭૮, 'જૈન સ્તૂપ' માંથી)

આભાર - શાંતિ સૌરભ
અંક પ્રકાશન તા. ૦૧-૦૨-૨૦૨૨

Address

Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when Ancient History posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category