Adarsh Vidyalay, Kotda

Adarsh Vidyalay, Kotda From 9th to 12 class, 11th,12th Commerce & Arts

05/05/2026
ડીસાના બે પ્રબુદ્ધ નાગરિક તેમજ મારા વડીલ મિત્ર ડૉ. તેજસ આઝાદ અને શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતા એવા મારા મિત્ર શ્રી અશ્વિન...
08/11/2025

ડીસાના બે પ્રબુદ્ધ નાગરિક તેમજ મારા વડીલ મિત્ર ડૉ. તેજસ આઝાદ અને શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતા એવા મારા મિત્ર શ્રી અશ્વિનભાઈ પરમાર સાહેબ મારી વયનિવૃત્તિ ની શુભકામનાઓ પાઠવી. અને મારું સન્માન કર્યું.આભાર મિત્રો.

સન્માનિયભૂતપૂર્વ વિધાર્થીઓ શ્રી રમેશભાઈ વેલાજી તરક પ્રવિણભાઇ વેલાજી તરક (આર્મી માં ફરજ બજાવે છે)  સુખીબેન વેલાજી તરક (પો...
28/09/2025

સન્માનિયભૂતપૂર્વ વિધાર્થીઓ શ્રી રમેશભાઈ વેલાજી તરક પ્રવિણભાઇ વેલાજી તરક (આર્મી માં ફરજ બજાવે છે) સુખીબેન વેલાજી તરક (પોલીસ પાલનપુરમાં) દિનેશભાઈ વેલાજી તરક (પોલીસ અમદાવાદમાં)
જેઓએ શાળાની 25મી વર્ષગાંઠ નિમિત્તે રૂપિયા પોતાના પિતાશ્રી તરક વેલાજી જગાજી ના નામે *25000* /- નું દાન આપેલ છે.
શાળાની રજત જયંતિ જેવી યાદગાર ક્ષણે આપના દ્વારા આપેલી ભેટ ,માટે શાળાપરીવાર તરફથી હાર્દિક અભિનંદન અને આભાર!

આપ એક સફળ પોલીસ અધિકારી હોવા છતાં આજે પણ તમારા શૈક્ષણિક મૂળ સાથે જોડાયેલા રહેલા છો એ વાત શાળાને ગૌરવ આપે છે. રજત જયંતિના પાવન અવસરે શાળાને આપેલા દાન એ પ્રેમ, કૃતજ્ઞતા અને સંવેદનાનો એક જ્વલંત પ્રતીક છે.

આપની આ ઉદારતા ન માત્ર શાળાને લાભ આપે છે, પણ આજના વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે કે જયાંથી આપણું ઘડતર થયું, ત્યાં માટે કંઈક પાછું આપવું એ જીવનનું સાચું મૂલ્ય છે.

તમને શાળાની ઉજવણીઓમાં સહભાગી થવા બદલ અને આપના દાન માટે હાર્દિક શુભેચ્છા તથા ધન્યવાદ!💐💐

શ્રી ભગવાનભાઈ રૂપાજી આકોલીયા આચાર્યશ્રી, કોટડા પ્રાથમિક શાળા કોટડા જેઓ આદર્શ વિદ્યાલય કોટડા વિદ્યાર્થી નથી પરંતુ શિક્ષણ ...
24/09/2025

શ્રી ભગવાનભાઈ રૂપાજી આકોલીયા આચાર્યશ્રી, કોટડા પ્રાથમિક શાળા કોટડા જેઓ આદર્શ વિદ્યાલય કોટડા વિદ્યાર્થી નથી પરંતુ શિક્ષણ માટે બેહદ પ્રેમ ધરાવે છે અને તેઓએ તેમનો આ શિક્ષણનો પ્રેમ ₹ 25,000 ના ઉદાર દાનથી વ્યક્ત કર્યો છે. અમારી સંસ્થાના સપનાઓને સાકાર કરવા માટે અમૂલ્ય સહાય પ્રાપ્ત થઈ છે. આપની આ દાતા-ભાવના માત્ર સહાય નથી, પરંતુ તે અમને નવી ઊંચાઈઓ સર કરવા માટેનું પ્રેરણાસ્ત્રોત છે.

આદર્શ વિદ્યાલય કોટડા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ડેકા ગામના વતની પઢિયાર અરવિદકુમાર પ્રવિણભાઇ.. ગુજરાત સરકાર ની UPSC ની તૈ...
23/09/2025

આદર્શ વિદ્યાલય કોટડા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ડેકા ગામના વતની પઢિયાર અરવિદકુમાર પ્રવિણભાઇ.. ગુજરાત સરકાર ની UPSC ની તૈયારી માટે લેવાતી SPIPA ની પરીક્ષામાં પાસ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.. ઉતરોતર મહેનત કરીને શાળા અને પરિવાર નું નામ રોશન કરો એવી ખૂબ ખૂબ શુભેરછાઓ 💐💐💐💐

રજત જયંતિના ભવ્ય કાર્યક્રમમાં આપનો 51000/- ( એકાવન હજાર  )  રૂપિયા નો અમૂલ્ય સહયોગ..વહાલા વિદ્યાર્થી ચૌધરી(જાટ)અમૃતકુમાર...
19/09/2025

રજત જયંતિના ભવ્ય કાર્યક્રમમાં આપનો 51000/- ( એકાવન હજાર ) રૂપિયા નો અમૂલ્ય સહયોગ..

વહાલા વિદ્યાર્થી
ચૌધરી(જાટ)અમૃતકુમાર મફાજી

સૌપ્રથમ તો, આપણી સંસ્થાની રજત જયંતિની ઉજવણીમાં આપે જે ઉમદા ફાળો આપ્યો છે તે બદલ અમે આપના હૃદયપૂર્વક આભારી છીએ. આ ફાળો માત્ર એક નાણાકીય યોગદાન નથી, પરંતુ આપની સંસ્થા પ્રત્યેની નિષ્ઠા, પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે.
જ્યારે આપણે આ રજત જયંતિની ઉજવણીનું આયોજન કરી રહ્યા છીએ, ત્યારે એક વિદ્યાર્થી તરીકે આપે જે ઉમદા ફાળો આપ્યો છે તે અમને અતિશય ગૌરવ અને આનંદની લાગણી કરાવે છે. આપે સાબિત કરી બતાવ્યું છે કે સંસ્થા સાથેનો આપનો સંબંધ માત્ર ભણતર પૂરતો સીમિત નથી, પરંતુ એક પરિવાર જેવો છે.
આપના આ યોગદાને માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ ભાવનાત્મક રીતે પણ અમને સશક્ત બનાવ્યા છે. આ ફાળો એ વાતનો પુરાવો છે કે આપણા વિદ્યાર્થીઓ સંસ્થાના ભવિષ્યમાં વિશ્વાસ ધરાવે છે. આ પર્વની ઉજવણીમાં તમે જે ઉમંગ અને ઉત્સાહ દર્શાવ્યો છે, તે અમારા માટે ખરા અર્થમાં ભેટ છે.

આપણે સાથે મળીને આ યાદગાર ક્ષણોને ઉજવીશું. ફરી એકવાર, આપનો ખૂબ ખૂબ આભાર.

આપણી શાળાના પૂર્વશિક્ષક  શ્રી રાણાભાઇ હરજીજી પટેલ (આચાર્યશ્રી વાસણ પ્રાથમિક શાળા) તરફથી રૂપિયા 51000 /- રજત જયંતિ નિમિત્...
18/09/2025

આપણી શાળાના પૂર્વશિક્ષક શ્રી રાણાભાઇ હરજીજી પટેલ (આચાર્યશ્રી વાસણ પ્રાથમિક શાળા) તરફથી રૂપિયા 51000 /- રજત જયંતિ નિમિત્તે આપણને દાન મળેલ છે.
આદર્શ વિદ્યાલયના પૂર્વશિક્ષકશ્રી એ આપેલ ઉદાર દાન માટે અમે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આપના આ યોગદાનમાં માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ આપની આત્મીયતા, સંસ્થાપ્રેમ અને શિક્ષણ ક્ષેત્રે કરેલ કર્તવ્ય નિષ્ઠાનો અડગ વિશ્વાસ છલકાય છે. આ સંસ્થાને આપશ્રી જેવા પૂર્વશિક્ષકની હૃદય પૂર્વકની સેવાને વંદન સાથે શાળા તરફથી અભિનંદન અને ભાવપૂર્ણ શુભેરછાઓ.💐💐

કાગ મફાજી હરજીજી તથા આપણી શાળાના ભૂતપુર્વ વિધાર્થી રાણાજી મફાજી કાગ, કમલેશભાઈ  મફાજી કાગ, કિંજલબેન તેજાજી કાગ, જયેશભાઈ ત...
18/09/2025

કાગ મફાજી હરજીજી તથા આપણી શાળાના ભૂતપુર્વ વિધાર્થી રાણાજી મફાજી કાગ, કમલેશભાઈ મફાજી કાગ, કિંજલબેન તેજાજી કાગ, જયેશભાઈ તેજાજી હસ્તે તેજાજી મફાજી કાગ જેમને રજત જયંતિ નિમિત્તે આદર્શ વિદ્યાલય કોટડામાં *25000* નું દાન આપેલ છે .
શાળાની યાદોને સાચવી સંસ્થા પ્રત્યેના લાગણી સભર સ્નેહ અને આપના યોગદાનથી શાળાનું ગૌરવ વધ્યું છે આપનો દાન માત્ર આર્થિક સહાય નહીં પણ હાલના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત છે કે જે સંકેત આપે છે કે એક દિવસ તેઓ પણ આવા ઉદાર હસ્ત બની શકે છે આપની હૃદય પૂર્વક સેવાને વંદન સાથે શાળા પરિવાર તરફથી અભિનંદન અને ભાવપૂર્વકની શુભેચ્છાઓ.

આજે જન્મદિવસે પૂ. પા. ગોસ્વામી શ્રી સાનિધ્ય બાવા કડી ના આશિષ પ્રાપ્ત થયા.
17/09/2025

આજે જન્મદિવસે પૂ. પા. ગોસ્વામી શ્રી સાનિધ્ય બાવા કડી ના આશિષ પ્રાપ્ત થયા.

Address

Nr. ChaundaTemple
Deesa
385535

Opening Hours

Monday 10:15am - 4:30pm
Tuesday 10:15am - 4:30pm
Wednesday 10:15am - 4:30pm
Thursday 10:15am - 4:30pm
Friday 10:15am - 4:30pm
Saturday 7am - 11am

Telephone

+919428654167

Website

Alerts

Be the first to know and let us send you an email when Adarsh Vidyalay, Kotda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Adarsh Vidyalay, Kotda:

Shortcuts

Share

Category