Shree Brahmani school vadgam

Shree Brahmani school vadgam

Education

Operating as usual

02/09/2023

આદિત્ય L1ની સફળ ઉડાન...

25/07/2023

school

Photos from Shree Brahmani school vadgam's post 09/05/2023

આજે પાથ-વે સ્કીલ એજ્યુકેશન. કેમ્પસ ,શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.જેમાં મુખ્ય વક્તા તરીકે ટ્રેઈનર/લેખક/કરિયર કાઉન્સેલર ડૉ. અપૂર્વ રાવલ સર તેમજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાંથી નિષ્ણાત ઉપસ્થિત રહી વિધાર્થીઓ/વાલીશ્રીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિધાર્થીઓ/વાલીશ્રીની કારકિર્દી અંગેની મુખ્ય બાબતો તેમજ સ્કિલ બેઝ કરિયરની દિશામાં વાત કરી,આવનાર સમયમાં અમલ થનાર ન્યુ એજ્યુકેશન પોલિસી વિશેની પણ સમજ આપવામાં આવી.

guidance

Brahmani school

08/05/2023

*કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં આપણી સાથે જોડાશે જાણીતા ટ્રેઈનર /લેખક/સ્પીકર ડૉ.અપૂર્વ રાવલ શાહ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના એક્સપર્ટ.*

શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા એક ઉમદા પ્રયત્ન કરી કારકિર્દી માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત તેમના અનુભવને આધારે બાળકોની તમામ સમસ્યાઓ દૂર કરશે.તો આપ પણ આપના બાળકની કારકિર્દી માટે ચિંતિત હોવ તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી લો.

*તારીખ:09/05/2023/મંગળવાર*
*સ્થળઃ શ્રી બ્રહ્માણી વિધાલય,વડગામ*
*સંપર્ક:9510628817*

05/05/2023

બોર્ડ પરિક્ષાઓના પરિણામ આવવા શરૂ થઈ ગયા છે.ટૂંક સમયમાં ધોરણ10 અને સામાન્ય પ્રવાહના પરિણામ આવવાના છે.વાલી અને વિધાર્થીઓને આગળ ઉરચ અભ્યાસ માટે હવે શુ ભણવું અને ક્યાં પ્રવેશ લેવો તે પ્રશ્નો મૂંઝવે છે .આજે બાળકના માતા-પિતાને સૌથી મૂંઝવતો પ્રશ્ન બાળકની કારકિર્દીની પસંદગીનો છે.બાળકને શુ બનાવવો ?તેને ક્યાં પ્રવેશ મળશે?તેનો ખર્ચ કેટલો થશે?ભણ્યા પછી નોકરી મળશે?આવા કેટલાય પ્રશ્નોની હારમાળા છે.એટલુંજ નહિ પૂરતી જાણકારીના અભાવે અથવા દેખાદેખીમાં નિર્ણય લેવાના કારણે બાળકની કારકિર્દી ચકડોળે ચડે છે.માત્ર ભણવું જરૂરી નથી સાથે જરૂરી આવડત પણ કેળવવી જરૂરી વિષય છે.બાળકોના આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ દ્વારા એક ઉમદા પ્રયત્ન કરી કારકિર્દી માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત તેમના અનુભવને આધારે બાળકોની તમામ સમસ્યાઓ દૂર કરશે.તો આપ પણ આપના બાળકની કારકિર્દી માટે ચિંતિત હોવ તો આજેજ રજીસ્ટ્રેશન કરાવી લો.

તારીખ:09/05/2023/મંગળવાર
સ્થળઃ શ્રી બ્રહ્માણી વિધાલય,વડગામ
સંપર્ક:9510628817

02/05/2023

*વડગામ પંથકમાં શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ ખાતે અનુભવી શિક્ષકોની ટિમ સાથે મળશે ઉરચ શિક્ષણ*

*દર મહિને કાઉસેલિંગ રિપોર્ટ દ્વારા વિધાર્થીના પ્રગતિની જાણ વલીશ્રીને*

*ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન*

*અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટીની ટિમ*

*વિધાર્થીઓને સતત પ્રોત્સાહન*

*શિસ્ત,સંસ્કાર અને શિક્ષણનો સમન્વય એટલે અમારું કેમ્પસ*

*Maths/science/English જેવા વિષયોમાં ખાસ ધ્યાન*

*ધોરણ 11થી જ સ્પર્ધાત્મક પરીક્ષાના ફાઉન્ડેશન વર્ગો*

એડમિશન માટે આજે જ સંપર્ક કરો:
9510628817

એકેડેમિક ડાયરેક્ટર:
ચિરાગ પ્રજાપતિસર-9409394181

રાકેશ પ્રજાપતિસર-(આર્ટસ વિભાગ)
9898861733

મંજૂરઅલીચૌધરીસર-(કોમર્સ વિભાગ)
9913945166

18/03/2023

આજે શ્રી બ્રહ્માણી વિધાલય(પાથ-વે સ્કિલ એજ્યુકેશન કેમ્પસ)પ્રાથમિક વિભાગના બાળકોએ વેસ્ટ બોટલમાંથી પેન્સિલ/બોલપેન સ્ટેન્ડ બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગી વસ્તુ બનાવીને આર્ટ& ક્રાફટનો ખ્યાલ મેળવ્યો હતો.

Education
Teaching
school

23/10/2022

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાઅસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.

19/08/2022

કૃષ્ણ જન્માષ્ટમી ની આપ સૌને હાર્દિક શુભકામના ભગવાન શ્રી કૃષ્ણ આપની દરેક મનોકામના પૂર્ણ કરે.

Photos from Shree Brahmani school vadgam's post 15/08/2022

દેશ જ્યારે આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓ પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઈને દેશભક્તિની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.તમામ બાળકોને હર ઘર ત્રિરંગા અભિયાનમાં જોડાવવા બદલ અભિનંદન.


Photos from Shree Brahmani school vadgam's post 27/07/2022

આજે પાથ-વે સ્કિલ એજ્યુકેશન કેમ્પસ (શ્રી બ્રહ્માણી વિધાલય) વડગામમાં પ્રાથમિક વિભાગમાં અઝાદીકા અમૃત મહોત્સવ વિષય સંદર્ભે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી.

Education
ka Amrit mahotsav

27/07/2022

શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ,
આજીવન અધ્યાપક,
લેખક
ઉત્કૃષ્ટ કવિ તથા
એના થી પણ વધુ એક ઉત્તમ માણસ અને ભારતરત્ન
એવા એપીજે અબ્દુલ કલામને એમની પૂણ્યતિથિએ શત શત નમન...🙏🙏

Photos from Shree Brahmani school vadgam's post 25/07/2022
15/07/2022

Coverage
સંસ્કાર સાથેનું શિક્ષણ

Photos from Shree Brahmani school vadgam's post 13/07/2022

માથાં પર હોય જયારે ગુરુનો હાથ,
ત્યારે જ બને છે જીવનનો સાચો આકાર.

🌷 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🌷

આજે ગુરુપૂર્ણિમા નિમિતે શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ ના વિધાર્થીઓએ ગુરુપૂજન કરી ગુરુજીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ આર્ટ એન્ડ ક્રાફટ એક્ટિવિટીના ભાગ રૂપે વિધાર્થીઓએ જાતેજ કાર્ડ બનાવી ગુરુજીને અર્પિત કર્યાં.સુંદર કાર્ડ બનાવનાર વિધાર્થીઓમાંથી ત્રણ વિધાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિધાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શાળાના વિઝનરી સંચાલક શ્રી સચીનભાઈ પ્રજાપતિ સાહેબ,આચાર્યશ્રી વિપુલભાઈ રાવલ સાહેબ,એકેડમિક ડાયરેક્ટર ચિરાગભાઈ સાહેબ તેમજ શિક્ષકોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

13/07/2022

"गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः,
गुरुः साक्षात्‌ परंब्रह्म तस्मै श्री गुरवे नमः॥"

गुरु बिन ज्ञान न उपजै,गुरु बिन मिले न मोक्ष
गुरु बिन लखै न सत्य को, गुरु बिन मैटैं न दोष।।
गुरु पूर्णिमा पर्व की हार्दिक शुभकामनाएं

03/07/2022

Good morning

01/07/2022

“જય જગન્નાથ, જય રણછોડ”

અષાઢી બીજના મંગલ પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના શુભાવસરની સૌ ધર્મપ્રેમી જનતાને અનંત શુભકામનાઓ

મહાપ્રભુ શ્રી જગન્નાથજી આપ સૌની મનોકામના પરિપૂર્ણ રહે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના.

12/06/2022

વિશ્વ બાળમજૂરી વિરોધ દિન એ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન દ્વારા બાળ મજૂરીનાં વિરોધમાં જાગૃતિ લાવવા અર્થે મંજુર કરાવાયેલો દિવસ છે. આનો હેતુ લોકોમાં બાળમજૂરી વિરૂદ્ધ - આર્થિક અને લશ્કરી - એમ બન્ને ક્ષેત્રોમાં જાગૃતિ કેળવવી અને તેને રોકવાનો પ્રયત્ન કરવો તે છે. આ દિવસ સને ૨૦૦૨ થી દર વર્ષે જૂન ૧૨નાં રોજ મનાવવામાં આવે છે.

11/06/2022

Information about S.I course in gujarati

09/06/2022

#નવ ગુજરાત સમય
#બનાસ ગૌરવ

વડગામની બ્રહ્માણી વિદ્યાલયનું 100% પરિણામ ,ધોરણ 10નું 88% જેટલું ઉરચ પરિણામ.

તાજેતરમાં ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું તે પરિણામમાં વડગામની બ્રહ્માણી વિધાલય આર્ટસ વિભાગમાં 100% પરિણામ,કોમર્સ વિભાગમાં 100% પરિણામ તેમજ ધોરણ 10નું 88% પરિણામ સાથે વડગામમાં અવ્વલ સ્થાને શાળા રહી છે.શાળાના નિયામક શ્રીસચિનભાઈ પ્રજાપતિ,આચાર્યશ્રી વિપુલભાઈ રાવલ સાહેબ,એકેડમિક ડાયરેકટર ચિરાગભાઈ પ્રજાપતિ સાહેબે સૌ વિધાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ આપી હતી.આ શાળા સતત પ્રગતિ કરી રહી છે અને વડગામ પંથકમાં સારા પરિણામથી વાલીઓનો વિશ્વાસ જીતીને સારી નામના પ્રાપ્ત કરી રહી છે.

04/06/2022

*અભિનંદન H.S.C 2022*

પાથ-વે સ્કિલ એજ્યુકેશન કેમ્પસ
*શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ*

ધોરણ 12 આર્ટસનું 100% પરિણામ
ધોરણ 12 કોમર્સનું 100% પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા દરેક વિધાર્થીને હાર્દિક અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ..

24/03/2022

સમસ્ત વડગામ તાલુકાનુંસ ગૌરવ પાયલ પ્રજાપતિ(જલોતરા) ભારતીય સેના(BSF)માં 11 મહિનાની ટ્રેનિંગ પુરી કરીને માદરે વતન પરત ફર્યા છે.ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ....

27/02/2022

અંગ્રેજીમાં Vocabulary -શબ્દભંડોળ તૈયાર કરવા માટે કેટલાક સૂચનો અને ટેકનિક(1)

1.સૌપ્રથમ શબ્દોની ઓળખ મહત્વની છે એટલે કે આપેલ શબ્દ noun-નામ,verb -ક્રિયાપદ કે adjective-વિશેષણ કે અન્ય કોઈ છે તે જાણવું જરૂરી છે.દા.ત.play(v)-રમવું ,play(n)-નાટક

2.દરેકની પાસે એક સારી Dictionary હોવી જોઈએ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં આવડવું Dictionary નો ઉપયોગ કરતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની વાત કોઈ વાર અલગથી કરીશું.

3.verbs-ક્રિયાપદો બનાવતા પ્રત્યયો, nouns-નામ બનાવતા પ્રત્યયો, adjectives-વિશેષણો બનાવતા પ્રત્યયો શીખી લેવા પડે જ. તે વગર બિલકુલ ન ચાલે.દા.ત. દાંત આવવા (નાના બાળકોને) તેનું અંગ્રેજી શું થાય?
to come teeth ચાલે ? ના ચાલે. તેનું અંગ્રેજી-to teethe થાય.
નહાવું નું અંગ્રેજી -to bathe થાય. bath એ નામ છે bathe એ ક્રિયાપદ છે.

4.શબ્દો તૈયાર કરવા માટે ખૂબ જ ઉપયોગી ટેકનિક એ છે કે English language માં વપરાતા prefixes-પૂર્વ પ્રત્યયો અને suffixes -પર પ્રત્યય ની જાણકારી હોવી જોઈએ એટલું જ નહીં પરંતુ આવા પ્રત્યયો તૈયાર કરવા જ પડે .
એક ઉદાહરણ તરીકે--fore -પહેલા, અગાઉનું, આગળ એવા અર્થમાં વપરાતો પૂર્વ પ્રત્યય છે.
foresay -અગાઉથી કહેવું, આગાહી કરવી
foretell નો પણ આ જ અર્થ થશે.
forecast શબ્દ પણ છે.
forenoon- બપોર પહેલાંનું
forefathers-પૂર્વજો બાપદાદાઓ,
forehead-કપાળ,માથાનો આગળનો ભાગ
foreword-આગળના શબ્દો, પ્રસ્તાવના
foreleg- પશુનો આગળનો પગ
forerunner-અગ્રદૂત

શબ્દ કયા ઘટકોનો બનેલ છે, શબ્દના મૂળ માં શું છે, તેને શરૂઆતમા ક્યો પ્રત્યય લાગેલ છે કે અંતે ક્યો શબ્દ છે તે જાણીશું તો શબ્દો તૈયાર કરવા એકદમ સરળ બની જાય છે.

અંતે આવેલ શબ્દઘટકના આધારે શબ્દો કઈ રીતે તૈયાર થઈ શકે તે જાણીશું.

su***de એટલે આત્મહત્યા.
caedo લેટિન ક્રિયાપદ છે અને તેનો અર્થ છે -to kill-મારી નાખવું.

હવે આપણે લેટિન શબ્દમાં નથી પડતા પણ cide એટલે હત્યા, મારી નાખવું તે યાદ રાખીએ.
હવે નીચેના શબ્દોના અર્થ જોઈએ.
patricide-પિતૃહત્યા
matricide-માતૃહત્યા homicide-માનવહત્યા
fratricide-ભાતૃહત્યા
sororicide-બહેનની હત્યા કે બહેન ની હત્યા કરનાર
regicide-રાજહત્યા infanticide-બાળહત્યા
uxoricide-પત્નીહત્યા કે પત્નીની હત્યા કરનાર
foeticide-ભ્રૂણહત્યા
germicide-જંતુનાશક pesticide-કીટનાશક insecticide-જંતુનાશક herbicide-નિંદામણનાશક vermicide-કૃમિનાશક liberticide-સ્વતંત્રતા હણનારુ
deicide-દેવહત્યા
weedicide--નિંદામણનાશક
vaticide-પયગંબરની હત્યા કરનાર
આવા બીજા ઘણા શબ્દો મળી આવે.

10/02/2022

આજે શ્રી બ્રહ્માણી વિધાલય વડગામ ખાતે વિવિધ રામતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક વિભાગના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.

02/10/2021

સત્ય અને અહિંસાના માર્ગે ચાલી ભારતને અંગ્રેજોથી આઝાદી અપાવનારા તેમજ શાંતિમય પરિવર્તનની ચળવળ માટેના પ્રેરણાસ્ત્રોત એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને એમની જન્મજ્યંતિ પર કોટી કોટી વંદન કરું છું!

30/09/2021

#દિન વિશેષ
Special
Brahmani school vadgam

Want your school to be the top-listed School/college in Dasada?

Click here to claim your Sponsored Listing.

Videos (show all)

@followers
#vadgam #schoollife #preschool
આદિત્ય L1ની સફળ ઉડાન...#AdityaL1Launch
આદિત્ય L1ની સફળ ઉડાન...#AdityaL1Launch
#Education#school #preschool #vadgam#Shree Brahmani school#Top School#Best Education#Gujarat school#life #News#academy #...
#Banas Dairy
#kidz school
*કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં આપણી સાથે જોડાશે જાણીતા ટ્રેઈનર /લેખક/સ્પીકર ડૉ.અપૂર્વ રાવલ શાહ અને સાંકળચંદ પટેલ યુન...
Morning
A

Location

Category

Website

Address

Dasada
385410
Other Education in Dasada (show all)
RimJhim Play School RimJhim Play School
Dasada, 385410,VADGAM

RimJhim play school nourishes your child's mental, physical and behavioral attitude in every aspect of life. We focuses overall development of our each and every student.

English Grammar English Grammar
Dasada, 385001

std 3 to 8 English Grammar