Aai Ramila Arts college Dahod

Aai Ramila Arts college Dahod સંચાલન:- ઈનોવેટીવ એન્ડ એકસલેન્સ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન

. 8 સપ્ટેમ્બર, 2025સ્થળ : શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ  ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપ...
08/09/2025

. 8 સપ્ટેમ્બર, 2025
સ્થળ : શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.
આ અવસરે આજે શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે શિક્ષક દિવસની ઉજવણી યોજાઈ હતી. કાર્યક્રમનું આયોજન શીતલબેન બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. પછી મહેમાનોએ દીપ પ્રજ્વલન કરી શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવી. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, કાવ્યો તથા વક્તવ્યોથી શિક્ષકો પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી.,ઘણાખરા વિદ્યાર્થીઓ એ જુદા-જુદા વિષયો ના લેકચરો લઇને એક શિક્ષક તરીકે નો અનુભવ લીધો હતો અને પોતાની કલાત્મક પ્રતિભાનું નિર્દર્શન કર્યું હતું
આ પ્રસંગે વરિષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા તથા તેમના શૈક્ષણિક યોગદાનને યાદ કરવામાં આવ્યું. મુખ્ય વક્તાઓએ શિક્ષકો સમાજના સાચા દિશાદર્શક હોવાનું જણાવતાં વિદ્યાર્થીઓને સંસ્કાર, જ્ઞાન તથા પ્રગતિના માર્ગ પર આગળ વધવા માટે શિક્ષકોનું માર્ગદર્શન અમૂલ્ય હોવાનું કહ્યું.
અંતે કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે થયો.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આઈ રમીલા આર્ટસ કોલેજમાં વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું.        વિશ્વ આદિવાસી દિવ...
14/08/2025

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આઈ રમીલા આર્ટસ કોલેજમાં વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું.
વિશ્વ આદિવાસી દિવસના અનુસંધાનમાં આઈ રમીલા આર્ટસ કોલેજ દાહોદ ખાતે 9 ઓગસ્ટ 2025 ના રોજ વિવિધ સ્પર્ધાઓ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થી મિત્રોમાં આદિવાસી સંસ્કૃતિ વારસો અને હક્કોની જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
આ વિશેષ દિવસે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં કોલેજના અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાનું પ્રતિભા પ્રદર્શન કર્યું. આ સ્પર્ધાઓના વિષયો મુખ્યત્વે આદિવાસી જીવનશૈલી અને આધુનિકતા, આદિવાસી સમાજમાં શિક્ષણ અને ભવિષ્ય, પ્રકૃતિ સાથેના આદિવાસી જીવનના સંબંધો, આદિવાસી કળા વારસો, આદિવાસી જીવન, આદિવાસી ચિત્રકલા, મારુ ગામ મારી ઓળખ, આદિવાસી સમાજમાં યુવાનોની ભૂમિકા અને આવતીકાલ, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી નેતાઓનું યોગદાન, આદિવાસી મહિલાઓ સશક્તિકરણ અને પડકારો, શ્રી ગોવિંદ ગુરુનું આદિવાસી શિક્ષણમાં યોગદાન, પ્રાકૃતિક સંસાધનો અને આદિવાસી હક્કો પર કેન્દ્રિત રહ્યા હતા.
સંસ્થાના સંસ્થાપક શ્રીમાન સુરેશભાઈ મેડા સાહેબ અને કોલેજના પ્રિન્સિપાલ બારીયા શીતલબેન ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો, અધ્યાપકગણ અને વિદ્યાર્થી મિત્રોનો પણ પૂરો સહયોગ રહ્યો હતો.
આ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોલેજ પરિવાર તરફથી આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને જે વિદ્યાર્થી મિત્રોએ આ સ્પર્ધાઓમાં ભાગ ન લીધો તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આઈ રમીલા આર્ટસ કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.      આઈ રમીલા આર્ટસ કોલેજમાં 8 ઓગસ્ટ 2025 ના રોજ વિશ્વ...
08/08/2025

આઈ રમીલા આર્ટસ કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.
આઈ રમીલા આર્ટસ કોલેજમાં 8 ઓગસ્ટ 2025 ના રોજ વિશ્વ આદિવાસી દિવસ હર્ષ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો આ વિશેષ દિવસે આદિવાસી સમુદાયના સંસ્કૃતિ પરંપરા અને અધિકારોને ઉજાગર કરવા અને સન્માન આપવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમની શરૂઆત મહાન આદિવાસી નેતાઓના ફોટાઓને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી . ત્યારબાદ કોલેજના સંસ્થાપક શ્રીમાન સુરેશભાઈ મેડાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહેમાનોને શાબ્દિક સ્વાગત સંબોધિત કરતા આદિવાસી સમુદાયના યોગદાન અને તેમના હક માટેની જાગૃતિ વિશે ઉલ્લેખ કર્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી લોક નૃત્ય ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જે સૌના દિલ જીતી લીધા હતા આ સાથે કાર્યક્રમમાં પધારેલ શ્રીમાન સકજી ગુરુજીએ આદિવાસી સમુદાયની રહેણી- કહેણી અને ખાન-પાનથી પોતાના વક્તવ્ય ની શરૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જો આ સૃષ્ટિને બચાવી હશે તો આદિવાસીપણું અપનાવવુ ખૂબ જરૂરી છે . કારણ કે આજની યુવા પેઢી અને સમગ્ર માનવ સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યા છે તેના વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ગુજરાતી સાહિત્યકાર શ્રીમાન અર્જુનસિંહ પારગી સાહેબ કે તેઓ માનગઢ હત્યાકાંડના ઇતિહાસને ઉજાગર કરનાર પ્રથમ વ્યક્તિ છે તેમણે માનગઢ હત્યાકાંડ અને ગોવિંદ ગુરુ વિશેનો જે ઇતિહાસ છે તે ઇતિહાસને વિસ્તૃત રીતે વ્યક્ત કર્યો હતો અને સૌને એ ઇતિહાસ વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ આઈ રમીલા આર્ટસ કોલેજ ના આચાર્ય બારીયા શીતલબેન દ્વારા કરવામાં આવી હતી .
આઈ રમીલા આર્ટસ કોલેજ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ એ નવો ઉલ્લાસ અને જાગૃતિ લઈને આવ્યો અને સંસ્થાના તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓનો સહયોગ પ્રશંસા ને પાત્ર રહ્યો હતો.

શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે સામાજિક કાર્યકર્તા ડૉ નરેશ ભાઈ ચાવડા ની ઉપસ્થિતિ મા પરિચય બેઠક યોજાઈ... આજરોજ શ્રી...
11/07/2025

શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે સામાજિક કાર્યકર્તા ડૉ નરેશ ભાઈ ચાવડા ની ઉપસ્થિતિ મા પરિચય બેઠક યોજાઈ...

આજરોજ શ્રી આઈ રમીલા આર્ટસ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવણી દિવસ નિમિત્તે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ નું પરિચય સંમેલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્યશ્રી શીતલબેન બારીયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરી મહેમાન નો પરિચય કરાવ્યા બાદ વિદ્યાર્થી પ્રતિનિધિ શ્રી સંગાડા દિલીપભાઈએ કોલેજના અનુભવો તેમજ કોલેજમાં ચાલતી પ્રવૃત્તિઓની માહિતી આપી મુખ્ય મહેમાન શ્રી રાજેશભાઈ ભાભોરે કોલેજ ના યુવાનો ને વ્યસનથી દૂર રહેવા ઉચ્ચ અભ્યાસ મેળવી આગળ આવવા તથા માતા પિતાના નામ અને કોલેજ નું નામ રોશન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું સંસ્થાના માર્ગદર્શક તેમજ ફાઉન્ડર શ્રી સુરેશભાઈ મેડા દ્વારા વિદ્યાર્થીને પ્રેરણાત્મક વાતો કરી ભવિષ્યમાં જી.પી.એસ.સી, યુ.પી.એસ. સી,ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી જાહેર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા વધુમાં કોલેજમાં ચાલતા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના વિવિધ કોર્સ ડિગ્રી, માસ્ટર કોર્ષ, સર્ટી કોર્ષ, ડિપ્લોમા કોર્ષ અંગે ની માહિતી આપી
આ કાર્યક્રમના અધ્યક્ષ નરેશભાઈ ચાવડાએ વિદ્યાર્થી ઓ ને આશીર્વાદ આપતા જણાવ્યું કે કોલેજ સમયસર આવવા સાથે સામાજિક સેવા અને રાષ્ટ્રીય સેવામાં જોડાવા માટે આહવાન કર્યું તથા કોલેજ સમય દરમિયાન વ્યસનથી દૂર રહેવું સંસ્કારોની જાળવણી અને અભ્યાસ અંગે ની માહિતી આપી તથા પર્યાવરણ અંગેની જાગૃતિ લાવવા પ્રોત્સાહિત કર્યા કોલેજના ત્રણ સો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર રેણુકા બેન પરમાર તથા આભાર વિધિ પ્રોફેસર શૈલેષ ભાઈ ડામોર દ્વારા કરવામાં આવી

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરા પદવીદાન સમારોહ માં ગુજરાત રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ની ઉપસ્થિત...
14/12/2024

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરા પદવીદાન સમારોહ માં ગુજરાત રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ની ઉપસ્થિતિ માં યોજાયો.

ભારત વિકાસ સપ્તાહ અંતર્ગત આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ માં નિબંધ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું હતું આ સ્પર્ધ...
18/10/2024

ભારત વિકાસ સપ્તાહ અંતર્ગત આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ માં નિબંધ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું હતું આ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ શીતલબેન. ટ્રસ્ટી શ્રી અનિલભાઈ મેડા અને શ્રી અશ્વિનભાઈ મેડા ઉપસ્થિત રહ્યા હતા.

આઈ રમીલા આર્ટ્સ કોલેજ ખાતે રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ ને હાર્ટ એટેક વિશે માહિતી આપતી શિબિર નું આયોજન કરવ...
03/10/2024

આઈ રમીલા આર્ટ્સ કોલેજ ખાતે રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ ને હાર્ટ એટેક વિશે માહિતી આપતી શિબિર નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ને હાર્ટ એટેક આવતા તાત્કાલિક ધોરણે કરવા માં આવતી સારવાર વિશે માહિતી આપવામાં આવી હતી.

આઈ રમીલા આર્ટ્સ કોલેજ ખાતે હિન્દી દિવસ ની ઉજવણી નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડૉ .ભરતભાઈ બોદર ની અધ્યક્ષત...
14/09/2024

આઈ રમીલા આર્ટ્સ કોલેજ ખાતે હિન્દી દિવસ ની ઉજવણી નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડૉ .ભરતભાઈ બોદર ની અધ્યક્ષતા માં ઉજવણી કરવા માં આવી આ તકે બી.એડ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.અશોકતિવારી અને આઈ રમીલા આર્ટ્સ કોલેજ ના સ્થાપક સુરેશભાઈ મેડા તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

પર્યાવરણ અને યોગા નું મહત્વ સમજાવતા શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના સંચાલન કરતા શ્રી સુરેશભાઈ મેડા સાહ...
10/09/2024

પર્યાવરણ અને યોગા નું મહત્વ સમજાવતા શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના સંચાલન કરતા શ્રી સુરેશભાઈ મેડા સાહેબ, અન્ય મહેમાનશ્રીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાં રામભાઈએ વિદ્યાર્થીઓને તેમના સ્વાસ્થ્ય અને ધ્યાન કેન્દ્રિત માટે યોગા અને મેડિસન વિશે તેના રોજિંદા જીવનમાં ઉપયોગ,ફાયદા અને મહત્વની જાણકારી આપી. તેમજ છત્તીસગઢ થી 20 રાજ્યની પગપાળા યાત્રા કરીને આવેલા સૌરભભાઈએ "વૃક્ષ વાવો જીવન બચાવો" નું સૂત્ર આપ્યું તથા વૃક્ષોરોપણ કરવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. અંતે તમામે કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું.

5 સપ્ટેમ્બર શિક્ષકદિન ની ઉજવણી અંતર્ગત કોલેજ ના કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક બની શિક્ષણ કાર્ય કર્યું હતું અને તેમને ઉત્સાહ ...
08/09/2024

5 સપ્ટેમ્બર શિક્ષકદિન ની ઉજવણી અંતર્ગત કોલેજ ના કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક બની શિક્ષણ કાર્ય કર્યું હતું અને તેમને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.તમામ વિદ્યાર્થીઓ ને કોલેજ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ..💐💐

Address

Dahod

Website

Alerts

Be the first to know and let us send you an email when Aai Ramila Arts college Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share