Government Polytechnic Dahod

  • Home
  • Government Polytechnic Dahod

Government Polytechnic Dahod The official Page of Government Polytechnic Dahod.

સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતેપોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રદર્શનનું આયોજન કરાયુંયુવાન વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રનિર્માણ અને વિકા...
22/05/2026

સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે
પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રદર્શનનું આયોજન કરાયું

યુવાન વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રનિર્માણ અને વિકાસની પ્રક્રિયામાં યોગદાન આપવાની ભાવના વિકસે તે હેતુથી સરકારી પોલિટેકનિક, દાહોદના એપ્લાઇડ સાયન્સ અને હ્યુમેનિટીઝ વિભાગ દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૬, શુક્રવારનાં રોજ સંસ્થાના સેમેસ્ટર-૨ નાં વિદ્યાર્થીઓ માટે Contributor Personality Development વિષયના ભાગરૂપે 'જવાબદાર યુવા, જવાબદાર રાષ્ટ્ર’ શીર્ષક હેઠળ પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં નિર્ણાયકોનો શાબ્દિક પરિચય આપવામાં આવ્યો હતો તથા તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 29 વિદ્યાર્થી જૂથોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં દરેક જૂથમાં 4 વિદ્યાર્થીઓ સામેલ હતા. વિદ્યાર્થીઓએ ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટીવીટી, કોમ્યુનિકેશન, કન્ટ્રીબ્યુશન, અને ચેન્જ-મેકીંગ એમ 5 C નાં અસરકારક સંકલન દ્વારા અંધશ્રદ્ધા, આત્મ-હત્યા, ઈલેક્ટ્રોનિક વેસ્ટ, તમાકુનું વ્યસન, સાયબર ક્રાઈમ, સ્થૂળતા, કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા અધવચ્ચે છોડી દેવાતો અભ્યાસ, નકારાત્મકતા અને વધારે પડતું વિચારવાની ટેવ, અભ્યાસ માટે વિદ્યાર્થીઓની મોબાઇલ પર વધુ પડતી નિર્ભરતા, ગ્રાહક અધિકારો, પ્રાણી અધિકારો, પ્લાસ્ટિક પ્રદૂષણ, માર્ગ સલામતી, ઊર્જા કટોકટી, ભારતીય યુવા બુદ્ધિ ધનનું બહિર્ગમન, યુવાનોમાં શારીરિક વ્યાયામનો અભાવ, મોબાઇલ વ્યસન, પાણીની અછત, મીડિયા અને ફિલ્મોમાં સ્ત્રીઓનું ચિલાચાલુ, નિમ્ન અને વાંધાજનક ચિત્રણ, ઈજનેરી વિદ્યાર્થીઓમાં સોફ્ટ સ્કીલ્સનો અભાવ, ઘરેલું હિંસા, ક્રોધ નિયંત્રણ, દહેજ પ્રથા, દિકરીઓ અને મહિલાઓની સલામતી, નાણાકીય સાક્ષરતાનો અભાવ, કુપોષણ અને એનીમિયા, વિલંબ વૃત્તિ, જંક-ફૂડ વ્યસન વગેરે જેવાં વિવિધ મહત્વપૂર્ણ અને સામાજિક રીતે પ્રાસંગિક વિષયો પર સુંદર અને અસરકારક પોસ્ટર રજૂ કરીને પ્રેઝન્ટેશન આપ્યું હતું. પ્રસ્તુતિઓમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સામાજિક જાગૃતિ અને જવાબદાર નાગરિક તરીકેનો દૃષ્ટિકોણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.

આ કાર્યક્રમમાં મૂલ્યાંકન કરવાં માટે નિષ્ણાત તરીકે શ્રી પ્રતિક જૈન, પ્રકૃતિ સંવર્ધક તથા ‘ઉડાન ઇન્ડિયા’ સંસ્થાનાં સ્થાપક, ડો. ફાલ્ગુની ગજ્જર, શિક્ષણવિદ તથા લેખક-અનુવાદક, તથા રાજવી કડિયા, યુવા આઈકોન તથા પ્રેરક વક્તા ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાતોએ વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવતાં જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, સંવાદ કુશળતા અને સામાજિક જવાબદારીના ગુણોને વિકસાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમણે વિદ્યાર્થીઓની રજૂઆતો અંગે પોતાના અવલોકનો રજૂ કર્યા હતા અને કેટલાક રચનાત્મક સૂચનો પણ આપ્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓને પોતાના પ્રદર્શનને વધુ અસરકારક બનાવવાની દિશા મળી હતી. ત્યારબાદ તેમણે સ્પર્ધાનું પરિણામ જાહેર કર્યું હતું.

કાર્યક્રમનાં અંતે સંસ્થાનાં માનનીય આચાર્ય શ્રીમતી ક્રિશ્ના બી. મહેતાએ સ્વયં ઉપસ્થિત રહીને સ્પર્ધાના ત્રણેય નિર્ણાયકોને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કર્યા હતા. તેમણે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તેમના ઉત્સાહભર્યા પ્રયત્નો માટે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. ડો. પી. વી. સિંહ, એપ્લાઇડ સાયન્સિસ એન્ડ હ્યુમેનિટીઝ વિભાગના કાર્યકારી વડા પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સક્રિય યોગદાન આપ્યું હતું.

આ કાર્યક્રમ અને પ્રદર્શનની તમામ ખાતાના વડાશ્રીઓ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને ભાગ લેનાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ અંગે ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો તથા તેમની રજૂઆત અને ભાગીદારી દ્વારા તેમના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્ર્મનું આયોજન અને સંચાલન એપ્લાઇડ સાયન્સ અને હ્યુમેનિટીઝ વિભાગનાં ડો. યુ. કે. ગણાત્રા, વ્યાખ્યાતા-અંગ્રેજી દ્વારા વિભાગનાં વડા ડો. પી. વી. સિંહ તથા સંસ્થાનાં કાર્યકારી આચાર્યા ક્રિશ્ના મહેતાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

21/05/2026
સર્જનાત્મકતાનો ભવ્ય સમાપન : “Creativity Carnival – 2026”દિવસ – ૪ (તા. 26/02/2026)તા. 26/02/2026 ના રોજ “Creativity Carni...
20/05/2026

સર્જનાત્મકતાનો ભવ્ય સમાપન : “Creativity Carnival – 2026”

દિવસ – ૪ (તા. 26/02/2026)

તા. 26/02/2026 ના રોજ “Creativity Carnival – 2026” નાં દિવસ-૪ દરમિયાન My Vision, My Click! સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની નિરિક્ષણ શક્તિ અને કુશળતાનો પ્રભાવશાળી પરિચય આપ્યો હતો.

📸 My Vision, My Click! : નજરનો નવો દૃષ્ટિકોણ
“My Vision, My Click!” સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કેમ્પસના વિવિધ દૃશ્યોને પોતાના અનોખા દૃષ્ટિકોણથી કૅમેરામાં કેદ કર્યા હતાં. સામાન્ય દૃશ્યોમાં અસામાન્ય સૌંદર્ય શોધવાની તેમની ક્ષમતા અદ્ભુત રહી હતી. પ્રકાશ-છાયા, અભિવ્યક્તિ અને ક્ષણની પસંદગી દ્વારા દરેક તસવીર એક અલગ કહાની કહી રહી હતી. આ સ્પર્ધાએ સાબિત કર્યું હતું કે સર્જનાત્મકતા નજરમાં વસે છે – અને દૃષ્ટિકોણ બદલાય તો દૃશ્ય પણ બદલાય છે. આ સ્પર્ધામાં કો-ઓર્ડીનેટર તરીકે શ્રી જી. એમ. ચાતુર્વેદી, વ્યાખ્યાતા-એપ્લાઈડ મિકેનિકસએ તથા નિર્ણાયક તરીકે શ્રી એસ. જી. રાઠવા, વ્યાખ્યાતા-કોમ્પ્યુટર ઈજનેરી, શ્રી ડી. જે. કાંડપાલ, વ્યાખ્યાતા-સિવિલ ઈજનેરી, તથા શ્રી એ. કે. ડામોર, વ્યાખ્યાતા-ઈલેક્ટ્રીકલ ઈજનેરીએ ફરજ બજાવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ક્લિક કરેલા કેટલાંક અદ્ભુત દૃશ્યો અહીં જોઈ શકાય છે.

આમ, ચાર દિવસીય “Creativity Carnival – 2026” એ વિદ્યાર્થીઓને માત્ર સ્પર્ધાઓનો જ નહીં, પરંતુ વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ અને નવી દિશામાં વિચારવાની પ્રેરણાનો મંચ આપ્યો હતો. દરરોજ નવી સ્પર્ધા, નવી ઊર્જા અને નવી અભિવ્યક્તિ સાથે કેમ્પસ સર્જનાત્મકતાની ઉજવણીમાં તન્મય રહ્યો હતો. આ રીતે આ સર્જનાત્મક મહોત્સવનો ભવ્ય સમાપન થયો હતો, પરંતુ વિદ્યાર્થીઓના મનમાં પ્રેરણાનો દીપક વધુ પ્રજ્વલિત થયો હતો. “Creativity Carnival – 2026” એક સ્મરણિય અનુભૂતિ બની રહી જ્યાં દરેક દિવસ એક નવી શોધ અને નવી ઓળખનો ઉત્સવ સાબિત થયો હતો.

સર્જનાત્મકતાનો ભવ્ય સમાપન : “Creativity Carnival – 2026”દિવસ – ૪ (તા. 26/02/2026)તા. 26/02/2026 ના રોજ “Creativity Carni...
20/05/2026

સર્જનાત્મકતાનો ભવ્ય સમાપન : “Creativity Carnival – 2026”

દિવસ – ૪ (તા. 26/02/2026)

તા. 26/02/2026 ના રોજ “Creativity Carnival – 2026” નો ચોથો અને અંતિમ દિવસ ઉત્સાહ, નવીનતા અને સંતોષની લાગણીઓ સાથે ઉજવાયો હતો. છેલ્લા ચાર દિવસથી ચાલતા સર્જનાત્મક ઉત્સવને આ દિવસે ભવ્ય અને સ્મરણિય પૂર્ણવિરામ મળ્યો હતો. સમગ્ર કેમ્પસમાં ઉજવણીનો માહોલ અને સિદ્ધિની ઝળહળાટ સ્પષ્ટપણે અનુભવાઈ હતી.

દિવસ-૪ દરમિયાન Junior Chef! જેવી અનોખી અને રસપ્રદ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કલ્પનાશક્તિ અને કુશળતાનો પ્રભાવશાળી પરિચય આપ્યો હતો.

👩‍🍳 Junior Chef : સ્વાદમાં સર્જનાત્મકતા
Junior Chef સ્પર્ધાએ આ દિવસે વિશેષ આકર્ષણ પેદા કર્યું હતું. કુલ 9 ટીમો અને ૨૪ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મર્યાદિત સમય તેમજ ઉપલબ્ધ સંસાધનોમાં નવીન અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી. માત્ર સ્વાદ જ નહીં, પરંતુ પ્રસ્તુતિ, સ્વચ્છતા, ટીમવર્ક અને ગોઠવણીમાં પણ તેમની તૈયારી સ્પષ્ટ દેખાઈ હતી.

આ સ્પર્ધાની વિશેષતા એ રહી હતી કે પ્રતિભાગીઓએ તૈયાર કરેલા ફૂડ આઈટમ્સનું વેચાણ પણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના સ્ટોલ ગોઠવ્યા હતાં, ભાવ નક્કી કર્યા હતાં, ગ્રાહકોને આકર્ષવા માટે રજૂઆત કરી હતી અને વ્યવહારિક રીતે વેચાણ પ્રક્રિયા સંભાળી હતી. આ રીતે તેમણે માત્ર રસોઈકલા જ નહીં, પરંતુ આયોજન, માર્કેટિંગ, ગ્રાહક વ્યવહાર અને નાણાકીય સમજણનો પ્રાથમિક અનુભવ મેળવ્યો હતો.

આ પહેલ વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગસાહસિકતા તરફનું એક પ્રેરણાદાયક અને પ્રયોગાત્મક પગલું સાબિત થઈ હતી. Junior Chef સ્પર્ધાએ સાબિત કર્યું હતું કે સર્જનાત્મકતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણ સાથે જોડાય ત્યારે વિદ્યાર્થી માત્ર ભાગ લેનાર નહીં, પરંતુ ભવિષ્યના સંભાવિત ઉદ્યોગસાહસિક બની શકે છે. આ સ્પર્ધામાં કો-ઓર્ડીનેટર તરીકે કુ. યુ. એમ. ચૌધરી, વ્યાખ્યાતા-ઈ.સી. ઈજનેરી, કુ. વાય. બી. રાઠોડ, વ્યાખ્યાતા-ઈ.સી. ઈજનેરી, તથા કુ. ટી. પી. મિશ્રા, વ્યાખ્યાતા-મિકેનીકલ ઈજનેરીએ તથા નિર્ણાયક તરીકે શ્રી બી. આર. પટેલ, વ્યાખ્યાતા-મિકેનીકલ ઈજનેરી, કુ. યુ. બી. ત્રિવેદી, વ્યાખ્યાતા-ઈ.સી. ઈજનેરી, તથા કુ. એસ. કે. શેઠ, વ્યાખ્યાતા-સિવિલ ઈજનેરીએ સેવા પ્રદાન કરી હતી.

સરકારી પોલીટેકનિક, દાહોદની જીમખાના સમિતિ દ્વારા સત્ર 252 માં આયોજિત “Creativity Carnival – 2026” અંતર્ગત યોજાયેલ AI Imag...
19/05/2026

સરકારી પોલીટેકનિક, દાહોદની જીમખાના સમિતિ દ્વારા સત્ર 252 માં આયોજિત “Creativity Carnival – 2026” અંતર્ગત યોજાયેલ AI Image Creation સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ આધુનિક ટેક્નોલોજીનો સર્જનાત્મક ઉપયોગ કરીને Climate Change Awareness, Save Trees, Future Smart City, Water Conservation અને Cyber Security વિષયો પર બનાવેલા અદ્ભુત દૃશ્યો

08/05/2026

ગુજરાત સ્થાપના દિન ની હાર્દિક શુભેચ્છા જય જય ગરવી ગુજરાત
01/05/2026

ગુજરાત સ્થાપના દિન ની હાર્દિક શુભેચ્છા
જય જય ગરવી ગુજરાત

teacher's day 2025
01/05/2026

teacher's day 2025

RF microtech electronics industry visit
01/05/2026

RF microtech electronics industry visit

Address


389151

Alerts

Be the first to know and let us send you an email when Government Polytechnic Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Government Polytechnic Dahod:

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share