શ્રી સાંગાવદર પ્રાથમિક શાળા, તા.જિ. બોટાદ

  • Home
  • India
  • Botad
  • શ્રી સાંગાવદર પ્રાથમિક શાળા, તા.જિ. બોટાદ

શ્રી સાંગાવદર પ્રાથમિક શાળા, તા.જિ. બોટાદ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી સાંગાવદર પ્રાથમિક શાળા, તા.જિ. બોટાદ, Education Website, At-Sangavadar, Botad.

19/08/2026

🥳રમે તેની રમત - બોલિંગ સેટ🥳

🇮🇳 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી 🇮🇳     શ્રી સાંગાવદર પ્રાથમિક શાળામાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના ઉત્સાહભેર માહોલ વચ્ચે...
15/08/2026

🇮🇳 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી 🇮🇳
શ્રી સાંગાવદર પ્રાથમિક શાળામાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના ઉત્સાહભેર માહોલ વચ્ચે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી જોરુભાઈ ગોવાળીયા ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.ધ્વજવંદન બાદ સૌએ ગૌરવભેર રાષ્ટ્રગીત, વંદે માતરમ ગીત અને ઝંડા ગીતનું સામૂહિક ગાન કર્યું હતું. સમગ્ર પરિસર દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. 🇮🇳આ પ્રસંગે ગામના સરપંચશ્રી, SMCના અધ્યક્ષશ્રી, ગ્રામજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકશ્રી કલ્પેશભાઈ રાઠોડ સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરીને સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ, રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યેની આપણી ફરજો વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
🇮🇳 તિરંગો આપણી શાન છે, ભારત દેશ આપણી ઓળખ છે! 🇮🇳
વંદે માતરમ! 🇮🇳 ભારત માતા કી જય! 🇮🇳

12/08/2026

🇮🇳 તિરંગા યાત્રા – દેશભક્તિના રંગે રંગાયું સાંગાવદર 🇮🇳
શ્રી સાંગાવદર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 🇮🇳હાથમાં તિરંગો અને હૃદયમાં દેશભક્તિ સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લીધો. સમગ્ર વાતાવરણ “ભારત માતા કી જય” અને **“વંદે માતરમ્”**ના નાદથી ગુંજી ઉઠ્યું. 🙏🇮🇳આ તિરંગા યાત્રા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, શિસ્ત અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બની.નાનકડા હાથોમાં લહેરાતો તિરંગો અને ચહેરા પર દેખાતો દેશપ્રેમ ખરેખર મનમોહક દૃશ્ય સર્જી રહ્યો હતો. ❤️🤍💚
🇮🇳 તિરંગો આપણી શાન છે, ભારત દેશ આપણી ઓળખ છે! 🇮🇳

11/08/2026

🥳બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો🎊
શ્રી સાંગાવદર પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળાની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 🎨🌱આ મેળામાં વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, કલાત્મકતા અને જીવન કૌશલ્યોને રજૂ કરવાની સુંદર તક મળી હતી. બાળકો દ્વારા રંગપૂરણી, માટીકામ, કાગળકામ, વાર્તા કથન, વેસ્ટમાંથી બેસ્ટ, વોલપીસ બનાવટ, હેર સ્ટાઈલ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. ✨વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને આવડતનો સુંદર પરિચય કરાવ્યો તેમજ **“કરો અને શીખો”**ની ભાવનાને સાકાર કરી. આવા બાળમેળા દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, ટીમવર્ક અને વ્યવહારુ જીવનકૌશલ્યોનો વિકાસ થાય છે. 👏🌈
🎉બાળમેળો એટલે બાળકોની પ્રતિભાને પાંખો આપતું આનંદનું આંગણું! 💐

11/08/2026

🦁 વિશ્વ સિંહ દિવસ 🦁
શ્રી સાંગાવદર પ્રાથમિક શાળામાં તા. 10/08/2026ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 🦁🌿આ પ્રસંગે શાળાના CRC Co. શ્રી જનકભાઈ સાબવા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિશ્વ સિંહ દિવસના મહત્વ અને સિંહોના સંરક્ષણ અંગે પ્રસંગોચિત ઉદબોધન કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.તેમજ શાળાના શિક્ષક શ્રી યોગેશભાઈ ચડોતરા સાહેબે સિંહનું મહત્વ, તેની વિશેષતાઓ, રહેઠાણ, જીવનશૈલી તેમજ સિંહોના સંરક્ષણ અંગે વિદ્યાર્થીઓને રસપ્રદ અને ઉપયોગી માહિતી આપી હતી. 🦁📚વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવી હતી.
🌳 "સિંહનું સંરક્ષણ એટલે આપણા કુદરતી વારસાનું સંરક્ષણ." 🦁
#વિશ્વસિંહદિવસ

📰 ગૌરવની ક્ષણ! શ્રી સાંગાવદર પ્રાથમિક શાળાનો બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અખબારમાં સ્થાન પામ્યો. 🎉
07/08/2026

📰 ગૌરવની ક્ષણ! શ્રી સાંગાવદર પ્રાથમિક શાળાનો બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અખબારમાં સ્થાન પામ્યો. 🎉

🎲 આનંદદાયી શિક્ષણ સાથે બિંગો રમતનું આયોજન 🎉       શ્રી સાંગાવદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે બિંગો રમતનું આનંદદાયક ...
06/08/2026

🎲 આનંદદાયી શિક્ષણ સાથે બિંગો રમતનું આયોજન 🎉
શ્રી સાંગાવદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે બિંગો રમતનું આનંદદાયક આયોજન કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં દરેક બાળકને પોતાના હાથે 1 થી 72 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરીને બિંગો કાર્ડ તૈયાર કરાવવામાં આવ્યા, જેના કારણે બાળકોમાં સર્જનાત્મકતા અને સંખ્યાજ્ઞાનનો વિકાસ થયો.રમત દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને એકાગ્રતા સાથે ભાગ લીધો. રમતના અંતે પ્રથમ બિંગો, દ્વિતીય બિંગો અને તૃતીય બિંગો પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન બાળકોમાં આનંદ, સ્પર્ધાત્મક ભાવના, એકાગ્રતા અને ટીમભાવનાનો સુંદર સમન્વય જોવા મળ્યો. તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ રમતને સફળ બનાવી હતી.
💐 શીખતા શીખતા રમીએ, રમતા રમતા શીખીએ — એ જ અમારી શાળાની ઓળખ.

🌸નારી વંદન કાર્યક્રમ અંતર્ગત "ગુડ ટચ–બેડ ટચ" જાગૃતિ કાર્યક્રમ🌸          તા. 05/08/2026 ના રોજ શ્રી સાંગાવદર પ્રાથમિક શાળ...
06/08/2026

🌸નારી વંદન કાર્યક્રમ અંતર્ગત "ગુડ ટચ–બેડ ટચ" જાગૃતિ કાર્યક્રમ🌸
તા. 05/08/2026 ના રોજ શ્રી સાંગાવદર પ્રાથમિક શાળા ખાતે નારી વંદન કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં વ્યક્તિગત સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવાના હેતુથી "ગુડ ટચ – બેડ ટચ" જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારીશ્રી જિતેન્દ્રભાઈ કારેલીયા, ક્ષેત્રીય કાર્યકર શ્રી સુનિલભાઈ દુધરેજીયા તથા ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ના મોનીલભાઈ આંબળીયા દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ, બાળલગ્નના દૂષ્પરિણામો, POCSO એક્ટ (Protection of Children from Sexual Offences Act) હેઠળ બાળકોને મળતા કાનૂની રક્ષણ, તેમના અધિકારો તેમજ કોઈપણ પ્રકારના શારીરિક, માનસિક કે જાતીય શોષણ સામે નિર્ભય બની અવાજ ઉઠાવવાની જરૂરિયાત અંગે વિસ્તૃત અને સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ મુશ્કેલીના સમયે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર સંપર્ક કરવાની માહિતી પણ આપવામાં આવી.
બાળકોને વધુ જાગૃત બનાવવા માટે "સત્યમેવ જયતે" કાર્યક્રમની પ્રેરણાદાયી વિડિયો ક્લિપ પણ દર્શાવવામાં આવી હતી, જેના દ્વારા બાળકોને પોતાની સુરક્ષા અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો.
વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો અને પોતાની સુરક્ષા, અધિકારો તથા જવાબદારીઓ અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી. આવા જાગૃતિ કાર્યક્રમો બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા, સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા અને સશક્ત સમાજના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કાર્યક્રમના અંતે શાળાના શિક્ષિકાશ્રી મનીષાબેન કણજરીયા દ્વારા ઉપસ્થિત તમામ જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારીશ્રીઓનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
🙏 "સુરક્ષિત બાળપણ એ દરેક બાળકનો અધિકાર છે."
બાળ સુરક્ષા – સૌની જવાબદારી.🙏

23/07/2026

👨‍👩‍👧‍👦 "બાળકનું શિક્ષણ – દરેક વાલીની પ્રથમ અને પવિત્ર જવાબદારી" 📚✨

🎊બાળ સંસદ ચૂંટણી - 2026🎊
22/07/2026

🎊બાળ સંસદ ચૂંટણી - 2026🎊

Address

At-Sangavadar
Botad
364710

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી સાંગાવદર પ્રાથમિક શાળા, તા.જિ. બોટાદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share