22/08/2026
૭૭મો વન મહોત્સવ
આણંદ જિલ્લાના ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ખંભાત સ્થિત શ્રી જબરેશ્વર ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઈ વૃક્ષારોપણ કર્યું.
વૃક્ષો માત્ર પ્રકૃતિની શોભા નથી, પરંતુ આવનારી પેઢીના ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્યનો આધાર છે. ‘વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો’ના સંકલ્પ સાથે હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાત બનાવવાની દિશામાં સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું.
પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો આ અવસર ગૌરવ અને આનંદની અનુભૂતિ કરાવનારો રહ્યો.