K J Choksi Public Library

Call Website Contact the school

K J Choksi Public Library Reading. Learning. Growing. Nurturing minds, inspiring readers.
55,000+ books | 40,000+ yearly readers
A non-profit initiative by K.J. Choksi Trust.

શ્રી ગણેશ મૂર્તિ સ્વરૂપ આપણા આદર્શ બને છે શ્રી ગણપતિ પોતાના બાહ્ય સ્વરૂપનો વિલય કરીને અંતરસ્થ આત્મતત્વ તરીકે સદા આપણા હૃ...
26/09/2026

શ્રી ગણેશ મૂર્તિ સ્વરૂપ આપણા આદર્શ બને છે
શ્રી ગણપતિ પોતાના બાહ્ય સ્વરૂપનો વિલય કરીને અંતરસ્થ આત્મતત્વ તરીકે સદા આપણા હૃદયમાં બિરાજે છે
સર્જન - વિસર્જન અને ફરી પાછુ સર્જન આ કર્મ અવિરત છે સતત છે સત્ય સાથે અનુભવિત થતું રહે છે
પામી લીધા પછી ત્યાગની ભાવનાનો પણ અનુભવ કરાવે છે
જતું કરો અને ઉધું છે એને ચત્તું કરો !
વંદન
સૌને જય ગણેશ

23/09/2026

99 Thoughts on Ganesha


|| વિશ્વશાંતિ યાગ ||વર્ષ ૨૦૨૬ કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં શ્રી ગણેશ ઉત્સવ સ્થાપના કરવામાં આવી છે તેનો વિષય છે વિશ્વશ...
18/09/2026

|| વિશ્વશાંતિ યાગ ||

વર્ષ ૨૦૨૬ કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં શ્રી ગણેશ ઉત્સવ સ્થાપના કરવામાં આવી છે તેનો વિષય છે વિશ્વશાંતિ યાગ (યજ્ઞ)
શ્રી ગણેશ વિશ્વમાં શાંતિ સ્થપાય અને માનવ સમુદાય સહીત અન્ય જીવોને પણ શાંતિમય રીતે જીવન જીવવા મળે એ હેતુને ચરિતાર્થ કરતી પ્રતિમાનું વિશ્વશાંતિના સંદેશ સાથે સ્થપાન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય મૂર્તિસ્વરૂપ શ્રી ગણેશ સાથે અત્રે બિરાજમાન સપ્તર્ષિ સ્વરૂપ શ્રી ગણેશ પણ શાંતિ યજ્ઞ કરતા જણાઈ રહ્યા છે.








curtesy : Sanesh news paper and Western Times

26/08/2026

*BookMark*

Bookmark वैसे एक छोटासा पतलासा कागजका टुकड़ा है!
लेकिन यही टुकड़ा किताबके महत्वपूर्ण कागजको नवजीव देता है और उसे बिगड़नेसे बचाता है।
कृपया अपनी किताबोके पन्ने मोड़े नहीं, जहां आपने जिस पन्नेसे किताबको पढ़नेसे विश्राम लिया है उस पन्नेपे बुकमार्क रखनेकी मेहरबानी करे।

सलामतीका ध्यान रखनाभी एक नवसर्जन ही समझो।







धन्यवाद।

ग्रंथपाल

22/08/2026

ગ્રંથપાલની ડાયરીએથી ......

શીર્ષક : *સુંદરતા પર ઉઝરડા*

સુંદરતાને બગડવાનું તો કોઈ આપણા પાસેથી શીખે !

વાત એમ હતી કે લાયબ્રેરીની મેમ્બરશીપ ધરાવનારને ઘરે એક બેન આવ્યા હશે તેઓએ મેજ પર પુસ્તક જોયું અને તેઓ તેમની પાસેથી ખુબ જ આગ્રહ કરી પુસ્તક લઇ ગયા. પણ મહિના સુધી એ પુસ્તક પાછુ ન આવતા એ ભલા માણસ એ બેનને ત્યાં ગયા અને પુસ્તક પાછુ લઇ આવ્યા અને સીધું જ લાયબ્રેરીમાં જમા કરાવવા આવ્યા.

લાયબ્રેરીના કાઉન્ટર પર જમા કરતી વખતે પુસ્તક ખોલીને જોયું તો પુસ્તક જોયું તો આખે આખા પુસ્તકમાં underline કરેલી હતી !

આવું કેમ થયું ? એ પ્રશ્નના ઉત્તરમાં એ મેમ્બર્સનો એવો બચાવ હતો કે ફલાણી વ્યકિતને આપેલું અને તેઓએ underline કરી હતી. તેઓએ એ પણ સુજાન્ય દાખવ્યું કે “તમે આ પુસ્તક પણ લઇ લો અને આવું બીજું નવું પુસ્તક મંગાવી લો એના નાણા હું ચૂકવી દઉં છુ ! પણ અમે એવું ન કર્યું અને કહ્યું કે “ પુસ્તકની જાળવણી કરવાની વાચક સભ્યની પણ એટલી જ ફરજ હોય છે આથી ભવિષ્યમાં આવું ફરી ના થાય એની કાળજી રાખશો’
.થોડા મહિના પછી એ લીટા કરનાર વ્યક્તિને મળવાનું થયું ત્યારે એમને પુસ્તકમાં લીટા કરવાનું કારણ પૂછ્યું તો તેઓએ જરાય ગંભીર થયા વિના ગર્વ સાથે હસતા હસતા જવાબ આપ્યો કે “ લીટા કરવાથી અન્ય વાચકનું ધ્યાન ફક્ત એ મહત્વની લાઈન પર જ જાય ! એટલા માટે !!!” પણ તેઓ એ ના સમજ્યા કે આ પુસ્તક લાયબ્રેરીનું છે અને લાઈન કરવી એ પુસ્તકનું સૌન્દર્ય બગડવાનું કૃત્ય ગણાય!

વાક્ય સારું લાગે તો એને ડાયરીમાં ઉતારી લો પણ underline ન કરો ...વિનંતી છે !

*પ્રસ્તુત વિડીઓમાં underline કરવા વિશેની વિનંતી છે પુસ્તકમાં પડેલા ઉઝરડાની પીડા છે*

ગ્રંથપાલ,
કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી,
ભરૂચ

20/08/2026

*તમારી કોઈ બોચી (ગરદન) પકડે તો કેવું લાગે ?*

મોટાભાગના લોકોને આ વાત પર ગુસ્સો આવશે કેમ કે એ અવ્યવહારુ કૃત્ય જેવું લાગે છે. હા ખભે હાથ મુકવામાં આવે તો કદાચ ચાલી જશે પણ બોચી પકડે તો એ વ્યક્તિને ગમશે નહિ.

આવું જ પુસ્તકોને પણ થતું હશે પણ એ આપણી જેમ અણગમો વ્યક્ત નથી કરી શકતું. એ પુસ્તકમાં રહેલા શાબ્દિક વિચારો જરૂર બોલતા હશે પણ એને વાચનાર અને અનુભવનાર તો એને જોઈએ જ તો જ એ પુસ્તકના વિચારોને વાચા આવી શકે !

સામાન્ય રીતે ગ્રંથાલયોમાં વાચક સભ્યો જયારે રેકમાં ગોઠવેલા પુસ્તકોમાંથી પોતાને ગમતું પુસ્તક શોધતો હોય છે ત્યારે તે પુસ્તકને કાઢતી વેળાએ પુસ્તકના ઉપલા ભાગને જ પકડતો હોય છે અને એના જેવું અનેકો વાચકો અજાણતા આવું કરતા હોય છે. જો તેમને રેકમાંથી યોગ્ય રીતે પુસ્તક કેમ કાઢી શકાય એટલું જ જણાવી દેવામાં આવે તો લાયબ્રેરીના અસંખ્ય પુસ્તકો સમય પહેલા નાશ થતા અટકાવી શકાય એમ છે.

વાચકો જે પુસ્તકનો ઉપલો ભાગ પકડે છે તો એવું લાગે કે પુસ્તકની ગરદન (બોચી ) પકડતા હોય એવું લાગે છે. આ દિવસ અને મહિનાઓ દરમિયાન અનેકવાર થતું હોવાને કારણે પુસ્તક સમય પહેલા એના બાઈન્ડીગમાંથી છુટું પડી જાય છે અને એના પેજ છુટા પડી જવાથી તે વાચકોને વાચવા લાયક નથી રહેતું !

અને જો એ પુસ્તક આઉટઓફ પ્રિન્ટ હોય તો એની બીજી પ્રત મેળવવી પણ પુસ્તકાલય માટે મુશ્કેલ બની જાય છે.

તો વાચક દોસ્તો (બિરાદરો) હવે જયારે તમે પુસ્તકાલયમાં રેકમાંથી પુસ્તક કાઢો તો આ વિડીયોમાં જણાવેલી વાતને જરૂર ધ્યાનમાં લેશો.

વંદન

નરેન્દ્ર કે સોનાર

https://www.instagram.com/reel/DcQlCcVszYn/?igsh=NDVkZG5oaGhqdHp3

18/08/2026

વાચકનો પુસ્તક અને પુસ્તકાલય પ્રેમ
વાંચનને પચાવનારને અને અમલમાં મૂકનારને વંદન.
મળો આપણી પ્રિય કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીના સ્નેહી વાચકને જેમનું નામ છે શ્રી રાકેશભાઈ.
રવિવાર એમનો પુસ્તકોને સમર્પિત હોય છે.
તેઓ તેમની રુચિના પુસ્તકો વિશે પણ વાત કરે છે.
વંદન






16/08/2026

પ્રેરણાત્મક સંદેશ
શ્રી નીતિન મિસ્ત્રી કે જેઓ ભવ્ય ભરૂચની ભવ્ય કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીના સદસ્ય છે તેમનો પ્રેરણાત્મક અનુભવ સંદેશ.








14/08/2026

*વાત એક વાંચન પ્રેમીની*

પોતાનો વાંચન શોખ પૂરો કરવા નિવૃત્ત થવાની જ રાહ જોતા એવા એક વાંચન પ્રેમીની

મનુષ્યને ઘણાબધા એવા ઓરતા હોય છે કે તેઓ નિરાંતે પોતાના મનગમતા કાર્ય કરી શકે. કારકિર્દી ઘડવાના સંઘર્ષમાં જે શોખ મુલ્તવી રાખવામાં આવ્યા હોય એને ફરી પુનઃ જીવિત કરવાનો અવસર આવ્યો હોય અને એને ઉમંગથી વધાવી લીધો હોય એવા શ્રી રાકેશ દવેને વાંચનનો શોખને પરિપૂર્ણ કરવા બદલ અભિનંદન.
શ્રી રાકેશ દવેજીની વાંચન પ્રત્યેની આ મહત્વાકાંક્ષાથી પ્રેરાઈને સુષુપ્ત અવસ્થામાં પડેલા વાંચન શોખને પુન:પ્રકાશિત કરવો રહ્યો !



Address

Near Collector's Office, Near District Industrial Centre
Bharuch
392001

Opening Hours

Tuesday 9:30am - 8pm
Wednesday 9:30am - 8pm
Thursday 9:30am - 8pm
Friday 9:30am - 8pm
Saturday 9:30am - 8pm
Sunday 9:30am - 1:30pm

Telephone

+912642260888

Alerts

Be the first to know and let us send you an email when K J Choksi Public Library posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to K J Choksi Public Library:

Shortcuts

Share