Sheth C N Vidyavihar Alumni

  • Home
  • Sheth C N Vidyavihar Alumni

Sheth C N Vidyavihar Alumni The official alumni page for Sheth C N Vidyavihar. Follow us for more updates!

શેઠ સી.એન.વિદ્યાવિહારની પ્રથમ શાળા વિદ્યાલય તેની સ્થાપનાના 100માં વર્ષમાં પ્રવેશી રહી છે. સમગ્ર વિદ્યાવિહાર પરિવાર માટે ...
08/06/2025

શેઠ સી.એન.વિદ્યાવિહારની પ્રથમ શાળા વિદ્યાલય તેની સ્થાપનાના 100માં વર્ષમાં પ્રવેશી રહી છે. સમગ્ર વિદ્યાવિહાર પરિવાર માટે આ એક અતિ ગૌરવપ્રદ પ્રસંગ છે. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ અને શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશીએ પ્રથમ શિક્ષકો તરીકે શાળાનો પાયો નાંખ્યો હતો. શાળાએ સમાજને વિવિધ ક્ષેત્રે અનેક આદર્શ નાગરિકો આપ્યા છે જે વિશ્વમાં વિવિધ ક્ષેત્રે ટોચના સ્થાનો પર અગ્રેસર રહીને શાળાનું નામ રોશન કરી રહ્યા છે. અનેક પૂર્વ વિદ્યાર્થીઓ માતૃસંસ્થા સાથે વિવિધ રીતે જોડાઈ પોતાનું વિશિષ્ટ પ્રદાન આપી રહ્યા છે. આજે પણ શાળા ગાંધી વિચારોને અનુસરી, માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ, મૂલ્યનિષ્ઠ કેળવણી, ઉચ્ચ ચારિત્ર્ય ઘડતર અને સર્વાંગી વિકાસના ધ્યેયને જાળવવા સાથે સાંપ્રત પ્રવાહો સાથે તાલ મિલાવી શિક્ષણ જગતમાં અગ્રેસર છે. વિદ્યાલયની શતાબ્દી નિમિત્તે તેની ગૌરવપ્રદ વિકાસયાત્રા અવિરત નવી ઊંચાઈઓ સર કરવા સાથે સમાજને આદર્શ નાગરિકો પ્રદાન કરતી રહે એવી શુભકામનાઓ

15/03/2025

✍️ Saumya Joshi, the writer & director of OH!!! WOMANIYA, shares how much he’s looking forward to this special CN Alumni showcase.

🎭 A play that blends humor and reflection, bringing thought-provoking moments to the stage. Don’t miss it!

📅 18th March 2025 | ⏰ 6:00 PM | 🎓 CN Alumni Exclusive

🔗 Secure your seat now – link in BIO

Wishing all the wonderful women a very happy women's day!🎭 OH!!! WOMANIYA – A journey from laughter to reflection, uncov...
08/03/2025

Wishing all the wonderful women a very happy women's day!

🎭 OH!!! WOMANIYA – A journey from laughter to reflection, uncovering a powerful societal truth.

📅 18th March 2025 | ⏰ 6:00 PM | 🎓 Exclusive for CN Alumni

🔗 Secure your seat for an evening you won’t forget by clicking the link in bio

🎭 OH!!! WOMANIYA – A captivating journey from laughter to deep reflection, revealing powerful societal truths you won’t ...
06/03/2025

🎭 OH!!! WOMANIYA – A captivating journey from laughter to deep reflection, revealing powerful societal truths you won’t want to miss!

📅 Mark your calendars: 18th March 2025 | ⏰ 6:00 PM | 🎓 Exclusively for CN Alumni

🔗 Secure your seat now - click on the link in BIO

Are you a CN Alumni? Some places don’t change, and that’s what makes them special. The echoes of past performances still...
11/02/2025

Are you a CN Alumni? Some places don’t change, and that’s what makes them special. The echoes of past performances still linger, creating a legacy… and soon, a new one will take center stage. 🎭

શેઠ સી.એન.વિદ્યાલયના વાલી-કવિ શ્રી તુષાર  શુક્લ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિતતા: 26મી જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ...
30/01/2025

શેઠ સી.એન.વિદ્યાલયના વાલી-કવિ શ્રી તુષાર શુક્લ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત
તા: 26મી જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. શ્રી તુષાર શુક્લને તેમના સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. તેઓ વિદ્યાવિહારના વાલી તરીકે વિદ્યાવિહાર સાથે સંકળાયેલા છે. શ્રી તુષાર શુકલને શેઠ સી.એન.વિદ્યાવિહાર તરફથી આ રાષ્ટ્રીય સન્માન બદલ હાર્દિક શુભેચ્છાઓ.

શેઠ સી.એન. ફાઇન આર્ટ્સ કોલેજની સલાહકાર સમિતીના સભ્ય શ્રી રતન પરિમુ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિતતા: 26મી જાન્યુઆરીના રોજ કે...
30/01/2025

શેઠ સી.એન. ફાઇન આર્ટ્સ કોલેજની સલાહકાર સમિતીના સભ્ય
શ્રી રતન પરિમુ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત
તા: 26મી જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. શ્રી રતન પરિમુને તેમના ભારતીય કલા ઇતિહાસ અને શિક્ષણ ક્ષેત્રે પ્રદાન બદલ રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. શેઠ સી.એન.ફાઇન આર્ટ્સ કોલેજની સલાહકાર સમિતિના સભ્ય એવા શ્રી રતન પરિમુને શેઠ સી.એન.વિદ્યાવિહાર તરફથી આ રાષ્ટ્રીય સન્માન બદલ હાર્દિક શુભેચ્છાઓ.

દેશના 76માં ગણતંત્રદિન 26.1.2025ના રોજ થયેલ ઘોષણા અનુસાર શેઠ સી.એન. વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી શ્રી પંકજભાઈ પટેલને તેમન...
27/01/2025

દેશના 76માં ગણતંત્રદિન 26.1.2025ના રોજ થયેલ ઘોષણા અનુસાર શેઠ સી.એન. વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી શ્રી પંકજભાઈ પટેલને તેમના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સન્માન ‘પદ્મભૂષણ’ એનાયત થશે. વિદ્યાવિહાર પરિવાર અને ગુજરાત માટે આ એક ખૂબ જ ગૌરવપ્રદ બાબત છે. તેમની કંપની Zydus Lifesciences Ltd. (Cadila Health Care Ltd.) દ્વારા તેઓ સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ જ નોંધનીય અને વિશ્વસનીય પ્રદાન કરી રહ્યા છે.
Zydus Lifesciences Ltd. (Cadila Health Care Ltd.) દ્વારા વિકસાવેલ COVID 19 DNA આધારિત vaccine ની શોધમાં મેળવેલ સફળતા ખૂબ જ મહત્વની છે. તેમનું રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના બોર્ડમાં પાર્ટ ટાઈમ નોન ઓફિશિયલ ડિરેક્ટર તરીકે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં માર્ગદર્શન તેમજ તેમની એક આદર્શ ભારતીય નાગરિક તરીકે સમાજસેવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ વિદ્યાવિહાર માટે ખૂબ ગૌરવપ્રદ બાબત છે સાથે જ વર્તમાન વિદ્યાર્થીઓ, યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. વિદ્યાવિહાર પરિવાર શ્રી પંકજભાઈને આ રાષ્ટ્રીય સન્માન બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા સાથે ભવિષ્યમાં પણ અનેક વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ પાઠવે છે.

સ્નેહી /આદરણીયશ્રી,વિદ્યાવિહાર તરફથી આપ સહુને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.આઝાદ ભારતના 76માં ગણતંત્રદિન નિમિત્તે રવિવાર, તા....
24/01/2025

સ્નેહી /આદરણીયશ્રી,
વિદ્યાવિહાર તરફથી આપ સહુને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.
આઝાદ ભારતના 76માં ગણતંત્રદિન નિમિત્તે રવિવાર, તા. 26.1.2025ના રોજ સવારના 8 કલાકે
વિદ્યાલયના પ્રાંગણમાં ધ્વજારોહણ કરવામાં આવશે. ધ્વજારોહણ વિદ્યાલય અને અંગ્રેજી માધ્યમ શાળાના
મહામંત્રી દ્વારા કરવામાં આવશે.
આપ સહુને આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવું છું.
આભાર સહ,
ડૉ. વૈશાલી શાહ
નિયામક, શેઠ સી.એન.વિદ્યાવિહાર

Address

C. N. Vidyavihar

380006

Alerts

Be the first to know and let us send you an email when Sheth C N Vidyavihar Alumni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sheth C N Vidyavihar Alumni:

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share