ભરત 'સ્નેહી'

ભરત 'સ્નેહી' આ પેજ ગુજરાતી સાહિત્ય રસિકો માટે છે ..અ?

29/11/2025

ન પુછ કંઈ
ધમાસાણ છે મહી
શું છે ? કેમ છે ? ‘સ્નેહી’
ન પુછ કંઈ

07/12/2024

એક મિત્ર મને આ મોકલીને કહે છે કે,…..
થઇ જશે બધી ઉંઘ પુરી જયારે અનંતની વાટ પકડશું,
માંડ માંડ મળ્યાં છે દોસ્તો, થોડા ઉજાગરા કરવા દે,

નથી કરવા નફા-નુકશાનનાં સરવાળા બાદબાકી,
આજ મળી છે ખુશી, મને એના ગુણાકાર કરવા દે,

મળી જેમને હું મારું અસ્તીત્વ પણ ખોઈ બેસું છું,
એવા મિત્રો માં મને તારો સાક્ષાત્કાર તો કરવા દે,

તારા દરબારમાં ખબર નથી કેવી હશે જિંદગીની મજા ઈશ્વર,
પણ આજ તો જામી છે અહી સ્વર્ગ ની રંગત, માણવા દે,

અંતે તો તારા જ શરણમાં આવવું છે હે ઈશ્વર,
આજ મળેલા દોસ્તો સાથે થોડી ગુફ્તગુ તો કરવા દે,

સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંત યાત્રાની,
મને રસ્તે વાગોળી શકું એટલું ભાથું તો બાંધવા દે.

કૈંક મજાનાં ગીતોમાં છું, ટહુકામાં છું,
બીજા શબ્દોમાં કહું તો...
બસ જલસામાં છું.

ક્યારેક ઇશ્વર ફોન કરી પૂછે..
'ક્યાં પહોંચ્યા ? '
હું કહું છું કે..
'આવું છું...
બસ રસ્તામાં છું'........

16/08/2024

શોધું છું , હું જ મને
મળ્યો ક્યાંક ને ખોવાયો ફરી
ને મળ્યો ફરી
મળ્યા ઘણાં ‘સ્નેહી’ને ,ખોવાયા પણ ખરા
જુઓ,
ફરી ને ફરી શોધું છું,હું જ મને

25/02/2024

દોસ્ત જે ભુલી ગયા તને,
તું પણ ભૂલતાં શીખ.
મળવું છે જે દોસ્ત ને તને
મળી ન શકે પણ,
તું મળતા શીખ.
વણકહયા સવાલ છે …
મન માં એના અને તારા ‘સ્નેહી’
ક્યારેક તું પુછતા શીખ

04/05/2023

જગત ભલે ન સમજે પણ,
તું સમજી જા

સંસાર સાગરથી તરવા માટેના
બે હલેસા

એક 'નમી જા' અને
બીજું 'ખમી જા'

20/04/2023

(59)

…શબ્દ …
શબ્દ પણ ક્યારેક ધારદાર હોય છે
જે વાંચે એની આરપાર હોય છે
બોલવું અને સાંભળવું બંને માં ‘શબ્દ’ ,
પણ,
છે ફરક કે સાંભળનાર લોહીલુહાણ હોય છે
શબ્દ સળગે ,
શબ્દ વળગે અને
શબ્દ ભીંજવે પણ
શબ્દ ઘાયલ હદય ની સારવાર હોય છે!
છે તો બધી જ શબ્દો ની જ રમત જોઈ લો
જીતેલો જંગ ક્યારેક શબ્દો ની હાર હોય છે

18/04/2023

(58)

દૂધ નથી તો ચા મને મંજૂર છે,
આખી નથી તો ‘પા’ મને મંજૂર છે!

એકવાર સાથે રમવા દો બાળકો
નવી ગેડી નવો દાવ મને મંજૂર છે !

મિત્ર હોય કે શત્રુ પીઠ પ્રહાર ન કરજે,
તારો સામી છાતી નો ઘા મને મંજૂર છે!

બચી શકે જો તું તારા એકાદ ગુન્હા માંથી,
તું ની:સંકોચ મારા સમ ખા મને મંજૂર છે!

મળે જો તને ‘સમય’ કરતાં સારું પાત્ર ,
તું તારે રાજી ખુશી થી જા મને મંજૂર છે!

25/02/2023

મારા આ વર્ષ નાં ધારણ : ૧૦ ના વિદ્યાર્થીઓ ને સમર્પિત ….




………………………………………………..
(57)

‘એક’નો અંત ન થાય
ત્યાં સુધી,
‘બીજા’ ની શરુઆત કયાં થાય છે ?
બસ,હવે મારું છું પ્રેમ થી ધક્કો
મને આગળ અજવાળું દેખાય છે !
પાછું વળી ને ન જોતા હવે
હું ત્યાં જ છું ,
જયાં હતો ‘સ્નેહી’
આજ તમે જયાં છો,
ત્યાં હતા કોઈ બીજા
જશો તમે ને આવશે બીજા
મારે તો આમ જ છે બસ
પણ હું રહીશ હંમેશા સાથે તમારી
’અવાજ’ એવો કંઈક
અંદર થી સંભળાય છે!

23/12/2022

(56)

કહેવું જ કયાં હતું કંઈ
પણ જો ને !
આ આંખો એ બધુ જ કહી દીધું
કરવા જ ન હતા વિવાદો જ કંઈ
શું કહું ’સ્નેહી’
એ જ આંખો એ બસ રડી લીધું !

14/12/2022

(55)

સમજ પડે તો સમજી જજે, સમય મળે તો,
આજે જ મળી જજે,કાલ નું કંઈ જ કહી ન શકું !
નાનું છે જીવન,બસ આજ ને જ જીવી લેજે

ખેલ તો ઘણાં ખેલ્યો , જીત તો કદાચ ભૂલી ગયો
પણ હાર અને વાર ને જરા સમજી જજે

કર ન જીદ ,મારી હાજરી ની ‘સ્નેહી’
જીવતા હવે તું મારા વિના શીખી જજે !

13/10/2022

જોખી લે મને તું
વજન તો મળશે તને
પણ
મારી ગુણવતતા નહી !

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when ભરત 'સ્નેહી' posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ભરત 'સ્નેહી':

Shortcuts

Share

Category