06/03/2025
બાળકોમાં શ્રવણશક્તિ સાથે લેખન કૌશલ્ય અને ભાષા કૌશલ્યનો વિકાસ થાય તે હેતુસર અમારી શાળા શ્રી શારદા વિદ્યામંદિરમાં તા: 06/03/25 ને ગુરુવારના રોજ ધોરણ -1 અને 2ના વિદ્યાર્થીમિત્રો માટે શ્રુતલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ શ્રુતલેખન સ્પર્ધામાં ઉત્સવપૂર્વક ભાગ લીધો હતો.
06/03/2025
વાઈલ્ડ લાઈફ ડે અંતર્ગત Muster pet zone અને IMCTF ના સંયુક્ત સૌજન્ય સાથે વન અને વન્ય જીવોના સંરક્ષણને પ્રોત્સાહન તેમજ આ વિષય બાળકો તેમજ વડીલો સુધી પહોંચી શકે એ આશયથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી શારદા વિદ્યામંદિર શાળા ના વાલી તથા વિદ્યાર્થી મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ બાલવાટિકામાં અભ્યાસ કરતાં ધૈર્ય દલસાણીયા એ રંગપૂરણી સ્પર્ધામાં તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તે બદલ શાળાના સંચાલકશ્રી જૈમિનભાઇ પટેલ એ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.
06/03/2025
જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ......
05/03/2025
જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ......
28/02/2025
રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી
ધો. ૧ અને ૨.
વિજ્ઞાન યુગના છીએ માનવી, અચરજ કામો કરશું
નથી દીધી દાતાએ પાંખો , તોય ગગને ઊડશું.
હિંમત પુરુષાર્થે જગે રમશું , ઉપગ્રહ લઈ વિહરશું.
માતૃભૂમિની કરી પ્રદક્ષિણા, અંતરિક્ષ વાટે વિચરશું.
નદીઓ નાથી બંધો બાંધી , રણને લીલા કરશું.
અચરજ કામો કરશું ને જોજો મંગલ પર ડગ ભરશું.
વિજ્ઞાન યુગના છીએ માનવી, વિસ્મય વિશ્વે ભમશું.
ભમશું ભમશું ભમશું………
૨૮ ફેબ્રુઆરી એટલે ભારત માટે ખૂબ જ ખાસ તારીખ છે. ૧૯૨૮ માં મહાન વૈજ્ઞાનિક અને નોબેલ વિજેતા સર સી.વી. રામને તેની પ્રખ્યાત રામન અસર શોધી કાઢી , આનાથી પણ એ ખાસ વાત એ છે કે આ પહેલી વખત હતું જયારે કોઈ ભારતીયને વિજ્ઞાનનું નોબેલ પ્રાઈઝ મળ્યું હોય. આ કારણોસર , ૨૮ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવે છે....