10/10/2024
આજરોજ નવરાત્રી અંતર્ગત ખાપરવાડા શાળામાં ગરબા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો..શાળામાં હાલમાં બાંધકામ ચાલતું હોવાથી નજીકના શ્રી સરસ્વતી પ્રગતિ મંડળ ભીખા ફળિયામાં ગરબા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો..સૌ શાળા પરિવાર અને બાળકોએ કાર્યક્રમ માં મન મૂકીને ગરબા કર્યા હતા..સાથે સાથે શ્રી સરસ્વતી પ્રગતિ મંડળ ભીખા ફળીયા તરફથી સૌ બાળકોને પફ,સોસ અને ઠંડુ નો નાસ્તો કરાવવામાં આવ્યો હતો..એ માટે શાળા પરિવાર શ્રી સરસ્વતી મંડળનો આભાર માને છે.
02/10/2024
હરિયાળી ગ્રુપ બીલીમોરા આયોજિત વિવિધ સ્પર્ધાઓ પૈકી બાળ કવિ સ્પર્ધામાં ખાપરવાડા શાળાની વિદ્યાર્થીની દિવ્યાંશી એસ.પટેલ ને તૃતીય ક્રમે વિજેતા થવા બદલ અભિનંદન 💐💐
18/09/2024
આજરોજ અત્રેની બુનિયાદી મિશ્ર શાળા ખાપરવાડા, તાલુકો ગણદેવી જીલ્લો નવસારીમાં 16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિજ્ઞાન શિક્ષક શ્રી ચેતનભાઇ દ્વારા બાળકોને ઓઝોન સ્તર વિશે સમજણ આપવામાં આવી હતી તથા ઓઝોન સ્ટરને જોખમમાં મુકતા પરિબળો વિશે પણ સમજણ આપવામાં આવી હતી. આ સાથે ચિત્ર સ્પર્ધા પણ કરવામાં આવી હતી .જેથી બાળકોમાં ઓઝોન સ્તરની જાળવણી અંગે સમજણ મળે અને બાળકો પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃત થાય.
13/09/2024
આજરોજ સી.આર.સી કક્ષાનો વિજ્ઞાન મેળો બુનિયાદી મિશ્રશાળા વાઘરેચ વગેરે ખાતે યોજાયો હતો તેમાં બીગરી કેન્દ્રની કુલ 10 શાળાઓએ વિવિધ 5 વિભાગોમાં કુલ 21 કૃતિઓ એ ભાગ લીધો હતો તેમાં બુનિયાદી મિશ્રશાળા ખાપરવાડા એ બે વિભાગમાં ભાગ લીધો હતો અને બંને વિભાગમાં વિજેતા થઈ હતી શાળા પરિવાર બંને કૃતિના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવે છે.
08/09/2024
🇮🇳 આણંદ ખાતે નીહોન શોટોકાન કરાટે ની 🥊 સ્પર્ધામાં યોજાઈ. જેમાં ગુજરાતના ૨૮ જિલ્લાઓમાં થી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નવસારી. તા-ગણદેવી ખાપરવાડા પ્રા. શાળા ની વિદ્યાર્થીની પ્રિયલ પટેલ ઘણો સારો દેખાવ કરી દ્વિતીય🥈 સિલ્વર મેડલ જીતી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું. 💐 ખુબ ખુબ અભીનંદન 👏 શાળા દ્વારા પણ પ્રિયલ પટેલને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી.
05/09/2024
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિવ્યાંશી શીતલકુમાર પટેલ નું પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માન કરવામાં આવ્યું...ખુબ ખુબ અભિનંદન
15/08/2024
78 મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી..બુનિયાદી મિશ્રશાળા ખાપરવાડા માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી.મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા..ધ્વજ પ્રમુખ તરીકે તાલુકા પંચાયત સભ્ય શ્રી ધિરેનભાઈ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો.. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય અને દેશભક્તિ ગીત રજૂ થયાં ..સરપંચ શ્રીમતી કૃપાલીબહેન દ્વારા સર્વે લોકો માટે મીઠાઈ આપવામાં આવી..
14/08/2024
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી
12/08/2024
આજ રોજ આપણી ખાપરવાડા પ્રાથમિક શાળામાં વર્ષ-2000 મા 7 ધોરણ પાસ કરી નીકળેલ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રામ દુકાન માટે 200 પેન્સિલ, 200 રબર અને 200 બોલપેન આપી રામ દુકાન ચાલુ કરવામાં આવી..સૌનો આભાર...
03/08/2024
જીવન કૌશલ્ય મેળો વર્ષ 2024-25
31/07/2024
અભિનંદન...ગણદેવી તાલુકામાં પ્રથમ...
જ્ઞાન સેતુ પરીક્ષામાં ખાપરવાડા શાળાની વિદ્યાર્થીની દિવ્યાંશી શીતલકુમાર પટેલ ગણદેવી તાલુકામાં મેરીટ માં પ્રથમ સ્થાન મેળવેલ છે.. ખૂબ ખૂબ અભિનંદન..🎉🎉🎉
30/07/2024
અભિનંદન...અભિનંદન... ખાપરવાડા શાળાના કુલ 25 વિદ્યાર્થીઓ જ્ઞાન સેતુ પરીક્ષામાં મેરીટમાં સ્થાન પામ્યા છે. જ્ઞાનસેતુમાં મેરીટમાં આવવા બદલ ઉપરોક્ત લિસ્ટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીને શાળા પરિવાર વતી અભિનંદન 💐💐
27/07/2024
બાળ મેળો - બાલવાટિકાથી ધોરણ 5
26/07/2024
ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા રોગના ઉપદ્રવ ને અટકાવવા શાળામાં પાવડર છંટકાવ