
Important Announcement.
Please share with ssc passed students.
The Department of Electrical Engineering -GPP has been the most focused department, carrying out var
Operating as usual
Important Announcement.
Please share with ssc passed students.
For diploma admission -2024
# અગત્યનું
ગુજરાત બોર્ડ એસએસસીનું પરિણામ જાહેર થયું છે. અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને શાળામાંથી એલસી અને માર્કશીટ ન મળે ત્યાં સુધી રાહ જોવા માટે કહો કારણ કે તેઓએ ફરજિયાત રીતે એલસી અપલોડ કરવાની જરૂર છે. વિદ્યાર્થીનો UID નંબર મેળવવા માટે પણ LC જરૂરી છે.
સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ માટે, તેઓ તેમના ઇન્ટરનેટ પરિણામોની સ્વ-પ્રમાણિત નકલ અપલોડ કરી શકે છે. વિદ્યાર્થી UID નંબર માટે, ACPDC વેબસાઈટ પર ઉપલબ્ધ વિડિયો મુજબ તેમને તેમના આધાર નંબર પરથી તેમનો UID નંબર શોધવા માટે કહો.
શ્રેણીના લાભો માટે એલસી ફરજિયાત છે. તેથી તેઓને તેમની શાળામાંથી એલસીની નકલ ન મળે ત્યાં સુધી રાહ જોવાનું કહો કારણ કે તમારી પાસે 13મી જૂન સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.
ધોરણ 10 જેમણે પાછલા વર્ષોમાં પાસ કરેલ છે,તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ
આજરોજ સેમેસ્ટર -04 અને સેમેસ્ટર-06 ના વિદ્યાર્થીઓ માટે ગણપત યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી એન એન પટેલ સાહેબ દ્વારા " PSIM " સોફ્ટવેર અને તેની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં ઉપયોગીતા વિશે એક્સપર્ટ લેક્ચર આપવામાં આવેલ હતું.
પ્રોફેસર એન એન પટેલ સાહેબે ખુબ જ સુંદર લેક્ચર આપેલ હતું અને વિદ્યાર્થીઓને PSIM સોફ્ટવેર અને તેના ઉપયોગો વિશે માહિતગાર કર્યા હતા.
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ પ્રોફેસર એન એન પટેલ નો વિદ્યાર્થીઓની ઉપયોગી એક્સપર્ટ લેક્ચર આપવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.💐
આજરોજ સરકારી પોલીટેકનીક પાલનપુર ખાતે કો-કરીયુલર અને એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટિવિટીના ટોપર્સ નું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતું.
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના સેમેસ્ટર 1,3 અને 5 ના નીચે મુજબના ટોપર્સ વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવેલ હતું.
1) Semester-01 - Panchal Prashant
2) Semester-03 - Jain Nitin
3) Semester-05 -Modi Parth
ફાઇનલ યર પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ વિભાગના બેસ્ટ પ્રોજેક્ટ માટેનો એવોર્ડ સેમેસ્ટર -06 માં અભ્યાસ કરતા સેલીયા અબરારને મળેલ હતું.
સ્પોર્ટ્સ વિક દરમિયાન રસ્સા ખેંચ અને કબડ્ડીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ ની ટીમ વિજેતા બની હતી. તેઓનું પણ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવેલ હતું.
તમામ હાજર વિદ્યાર્થીઓએ અને ફેકલ્ટીઓએ વિજેતા રહેલ વિદ્યાર્થીઓને તાળીઓ થી વધાવી લીધા હતા.
Please share with ITI pass students.
Registration for Diploma Engineering & CtoD opens April 15, 2024. Don't miss out! 🎓✨
For more details: https://acpdc.gujarat.gov.in/secondyear.html
INTERACTION WITH ALUMNI
સરકારી પોલીટેકનીક પાલનપુર ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ માંથી ડિપ્લોમા પૂરું કરીને હાલમાં આરસેલર મિત્તલ હજીરા ખાતે ફરજ બજાવતા વિશાલ સુથાર અને GEB ખાતે ફરજ બજાવતા પ્રદીપ પ્રજાપતિએ હાલના ફાઇનલ યર ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
કઈ કંપનીમાં જવું? કઈ રીતે તૈયારી કરવી? બે કંપનીમાં પ્લેસમેન્ટ થાય તો કઈ કંપની પસંદ કરવી? વિદ્યાર્થીઓને મૂંઝવતા આ પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરીને પ્રદીપ અને વિશાલે માર્ગદર્શન આપેલ હતું.
💐
Today, an expert talk organized for students of semester -04 and 6.
Deputy Engineer GETCO delivered a session on " Introduction of Substation Equipments." Students asked their doubts and made the session interactive.
We are thankful to Deputy Engineer GETCO for a wonderful session. 🙏
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં સેમેસ્ટર-06 માં અભ્યાસ કરતા મોદી પાર્થ અને ચૌધરી જયેશ GTU દ્વારા આયોજિત અને સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાઇમ્બિંગ ના માર્ગદર્શનમાં માઉન્ટ આબુ ખાતે પર્વતારોહણનો બેઝિક કોર્સ પૂર્ણ કરેલ છે.
અને ખૂબ જ ગર્વની વાત છે કે ચૌધરી જયેશ બ્રોન્ઝ મેડલ વિજેતા જાહેર કરવામાં આવેલ હતા.
આજ રોજ ઇલેક્ટ્રિકલ વિભાગના વ્યાખ્યાતા એ. એમ. કુરેશી એ સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓ ને "Rooftop Solar PV Power Plant" વિષય ઉપર એક્સપર્ટ લેક્ચર આપેલ હતું.
સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા માં નવા અભ્યાસક્રમ અંતર્ગત છઠ્ઠા સેમેસ્ટર માં "Building Services" વિષયમાં આવતા સોલાર પાવર ટોપીક પર વિદ્યાર્થીઓએ રસ પૂર્વક લેક્ચર સાંભળેલ હતું.
સરકારી પોલીટેકનીક પાલનપુર, ઇલેક્ટ્રિકલ વિભાગ ખાતે તારીખ 17-02-24 ના રોજ " Innovative Practices to Enhance Learning " વિષય એક દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ હતું.
આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં એક્સપર્ટ તરીકે PDEU ગાંધીનગર સ્કૂલ ઓફ ટેકનોલોજી ના ડાયરેક્ટર ડોક્ટર ધવલ પુજારા સાહેબ અને હાલમાં રાષ્ટ્રપતિ ના હસ્તે બેસ્ટ ટીચર તરીકે એવોર્ડ જીતનાર સરકારી પોલીટેકનિક અમદાવાદ ખાતેના વ્યાખ્યાતા શ્રીમતી ઝંખના મહેતા જોડાયેલ હતા.
બંને એક્સપર્ટ ના લેક્ચર ખૂબ જ રસપ્રદ રહ્યા હતા, અને તેઓએ ભાગ લેનાર ફેકલ્ટી મેમ્બર્સને શિક્ષણમાં નવીન પદ્ધતિઓ વિશે પોતાના વિચારો પ્રસ્તુત કરેલ હતા.
આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન સફળ રહેલ હતું, અને ગુજરાતના ડિગ્રી /ડિપ્લોમા સરકારી અને પ્રાઇવેટ કોલેજના આશરે 90 કરતાં વધારે ફેકલ્ટી મેમ્બર્સ રજીસ્ટર થયેલ હતા.
The Electrical Engineering Department encourages all the stakeholders to go for Solar.
The government has launched "PM Suryaghar Muft Bijli Yojna" to promote Solar Rooftop installation.
Install Solar Rooftop and contribute to government efforts for clean energy. 🙏💐
Demonstration model maintenance by 4th semester students💐
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાંથી ડિપ્લોમા પાસ થયેલ અને હાલમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બી.ઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નૈલેશ પાસેથી ફાઇનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ માં ARDUINO નો ઉપયોગ કઈ રીતે કરવો, અને માઈક્રોકંટ્રોલર આધારિત પ્રોજેક્ટ કઈ રીતે બનાવી શકાય તે વિશે થિયોરિટીકલ અને પ્રેક્ટીકલ માર્ગદર્શન મેળવેલ હતું.
NEWSLETTER JULY-2023
હાલમાં આર્સેલર મિત્તલ કંપની, હજીરા સુરત ખાતે નોકરી કરતા ડિપાર્ટમેન્ટ ના એલ્યુમની ભૌતિક પ્રજાપતિએ સેમેસ્ટર-03 ના વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા.
વિદ્યાર્થીઓને સારી કંપનીમાં જોબ લેવા માટે ભૌતિકે પ્રોત્સાહિત કર્યા હતા.
@2047
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ માંથી વર્ષ 2021 માં પાસ થયેલ અને હાલમાં એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે સેમેસ્ટર-07 માં અભ્યાસ કરી રહેલ વસીમે આજરોજ સેમેસ્ટર-01 અને 03 ના વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરેલ હતા.
વસીમે પોતાના ડિપ્લોમાના ત્રણ વર્ષ દરમિયાન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના ફેકલ્ટી મેમ્બર્સના માર્ગદર્શન અને પ્રોત્સાહન વિશે વાત કરી હતી.
ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસક્રમ વિશે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી.
વિદ્યાર્થીઓએ રસ પૂર્વક પોતાનાં પ્રશ્નો પૂછેલા હતા.
તારીખ 13 10 2023 ના રોજ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના સેમિસ્ટર 03 અને સેમેસ્ટર 05 ના વિદ્યાર્થીઓ ઇન્સ્ટિટયૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર ખાતે મુલાકાતે ગયેલ હતા.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ઇલેક્ટ્રિકલ વિભાગના પુરોહિત સાહેબ અને ભાવસાર સાહેબ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ માં સાથે રહ્યા હતા.
૧૦૦% રિઝલ્ટ
ઈલેકટ્રીકલ સેમેસ્ટર -૦૬ ના
તમામ વિધાર્થીઓને
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐
સરકારી પોલીટેકનીક પાલનપુર ખાતે આજરોજ "મેરી માટી મેરા દેશ" અંતર્ગત શપથવિધિ નું આયોજન કરેલું હતું. સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે જોડાયા હતા.
ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ લઈ ઉત્કૃષ્ટ કારકિર્દી ઘડવા માત્ર સરકારી પોલિટેકનિકમાં પોતાની મનગમતી વિદ્યાશાખામાં પ્રવેશ લો.
ખાલી રહેલ બેઠકો પર એડમિશન લેવાની વર્ષની આખરી તક.
ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની અને પ્રવેશની આખરી તક
🎯Important Announcement
ધો.10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમનાં પ્રવેશ માટેની લાગુ પડતી ફી તા:૧૭/૦૭/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન ભરી પ્રવેશ કાયમ કરવાનો રહેશે.
gujdiploma.admissions.nic.in પર પોતાના લોગઇન માં જઇ તા:૧૭/૦૭/૨૦૨૩ સુધી રાઉન્ડ-1 ના પ્રવેશ ની વિગત જોઇ શકશે
જો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવો હોય, અને પોતાના ઉજવળ ભવિષ્ય માટે ઈચ્છા ધરાવતા હોવ તો સરકારી પોલીટેકનીકમાં એડમિશન લેવું.👍💐
સરકારી પોલિટેકનિક પાલનપુર ખાતે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા શ્રી એન જી ચાવડા તારીખ 30-06-23 ના રોજ વય-નિવૃત થયેલ છે.
મૂળ જળ સંપત્તિ નિગમ માંથી ટેકનિકલ વિભાગમાં 2008 માં પ્રતિનિયુક્તિ પામેલ ચાવડાભાઈએ સરકારી પોલીટેકનીક ખાતે લગભગ 15 વર્ષ સેવા આપેલ હતી. ચાવડાભાઈએ સમગ્ર કોલેજમાં ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ જેવી જવાબદારીવાળી કામગીરી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવેલ હતી.
ચાવડા ભાઈ ની વય નિવૃત્તિના કારણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેઓનું નિવૃત્ત જીવન સુખમય, તંદુરસ્તીમય અને ભક્તિમય બની રહે તે માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ વતી શુભેચ્છાઓ💐💐
Basic information about the Department of Electrical Engineering- Government Polytechnic, Palanpur
Monday | 10:00 - 17:00 |
Tuesday | 10:00 - 17:00 |
Wednesday | 10:00 - 17:00 |
Thursday | 10:00 - 17:00 |
Friday | 10:00 - 17:00 |
Saturday | 09:00 - 17:00 |